Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

નવાગામ આણંદપરમાં કારખાનામાં પોલીસનો દરોડોઃ પત્તા ટીંચતા કારખાનેદાર સહિત ૬ ઝડપાયા

કુવાડવા રોડ પોલીસનો દરોડોઃ રૂા. ૨૭ હજારની રોકડ સહિતની મત્તા કબજે

રાજકોટ,તા.૧૫:નવાગામ આણંદપરમાં આવેલા કારખાનામાં જુગાર રમતા હોવાની બાતમી મળતા કુવાડવા પોલીસે દરોડો પાડી કારખાતેદાર સહિત છ શખ્‍સોને જુગાર રમતા પકડી લીધા હતા. મળતી વિગત મુજબ નવાગામ આણંદપર મામાવાડી જવાના રસ્‍તે આવેલા કારખાનામાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની કુવાડવા રોડ પોલીસ મથકના કોન્‍સ. મુકેશભાઇ સબાડ તથા રાજેશભાઇ ચાવડાને બાતમી મળતા સ્‍ટાફ સાથે કારખાનામાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા કારખાનાના માલીક ભરત ઠાકરશીભાઇ કિયાડા (રહે.કોઠારિયા રોડ મણીનગર શેરી નં.પ) તથા શ્રી હરિ આશાપુરાનગર શેરીનં.૮ના દિનેશ દેવશીભાઇ ધાનાણી, નવાગામ આણંદપર આરાધના પાર્ક સોસાયટી સ્‍લમ કવાટર પાસે રહેતો મોહિત દિનેશભાઇ ઉતેરીયા, મોરબી રોડ શ્રી વીલા સોસાયટીના સુરેશ નાગજીભાઇ બોધરા, રામનગર સોસાયટી પાસે રહેતા ત્રિભોવનદાસ રામજીભાઇ વ્‍યાસ અને કોઠારિયા રોડ નારાયણ કૃપા આશાપુરા નગર મેઇન રોડ પર રહેતા મુકેશ મોહનભાઇ રાઠોડને પકડી લઇ રૂા.૨૭૬૦૦ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી આ કામગીરી પી.આઇ.બી.એમ જણકાટના માર્ગદર્શન હેઠઇ પી.એસ.આઇ.કે.કે.પરમાર, હેડ કોન્‍સ અજીતભાઇ લોખલ, કોન્‍સ રાજેશભાઇ ચાવડા, મુકેશભાઇ સબાડ, નિલેશભાઇ સરવૈયા દ્વારા કરવામાં આવી હતી.

(3:57 pm IST)