Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મશીન ટુલ્‍સ મેન્‍યુફેકચરર્સ એસોસીએશન રાજકોટ દ્વારા

૨૧મીથી ૪ દિવસ રાજકોટ મશીન ટુલ્‍સ શો

મેટલ કટીંગ, ફોર્મિંગ, ઓટોમેશન, ફોર્જીન અને ફાઉન્‍ડ્રી જેવા વિભાગોનું પ્રદર્શનઃ દેશ વિેદશમાંથી પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહેશે

રાજકોટઃ વિશ્વ આખું જયારે મેક ઇન ઇન્‍ડિયા અને મેડ ઇન ઇન્‍ડિયાના રંગે રંગાયુ છે ત્‍યારે દુનિયાના દરેક દેશ ભારત તરફ એક અનોખી આશાની નજરથી જુએ છે, તેવા સમયમાં રાજકોટના એનએસઆઇસી ગ્રાઉન્‍ડ ખાતે તા.૨૧થી ૨૪ સપ્‍ટેમ્‍બર, દરમ્‍યાન આઠમો રાજકોટ મશીન ટૂલ્‍સ શો ૨૦૨૨નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં મેટલ કટીંગ, ફોર્મિંગ, ઓટોમેશન, ફોર્જીગ અને ફાઉન્‍ડ્રી જેવા અનેક વિભાગોનું પ્રદર્શન લોકાર્ષણનું કેન્‍દ્ર બની રહ્યાનું મશીન ટૂલ્‍સ મેન્‍યુફેકચર્સ એસો.ના આગેવાનોએ જણાવ્‍યુ હતું.એકઝીબીશન ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું ત્રીજા નંબરનું મોટુ એકઝીબીશન તથા ઓપન ગ્રાઉન્‍ડમાં સૌથી મોટુ એકઝીબીશન હોવાનું જણાવેલ.
કુલ ૫૦ હજાર ચો.મી. એરીયામાં થનાર આ પ્રદર્શનમાં ભારત તથા યુ.એસ.એ., જર્મની, નેધરલેન્‍ડ, સ્‍વીઝરલેન્‍ડ, સાઉથ આફ્રીકા, યુ.કે., તુર્કી, સ્‍પેન, તાઇવાન, ચાઇના, જાપાન, કોરીઆ, ઇટાલી, યુ.એ.ઇ., થાઇલેન્‍ડ અને સિંગાપોર જેવા અલગ અલગ દેશોની ૩૫૦થી વધુ કંપની આ પ્રદર્શનમાં ભાગ લઇ રહેલ છે. મોટી સંખ્‍યામાં મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે કેએમજી બિઝનેશ ટેકનોલોજી-અમદાવાદ અને મશીન ટૂલ્‍સ મેન્‍યુફેકચર્સ એસો. રાજકોટના સંયુકત ઉપક્રમે વર્ષ ૨૦૦૬થી રાજકોટ મશીન ટુલ્‍સ શોની શરૂઆત થઇ, જેને અનન્‍ય પ્રતિસાદ મળ્‍યો છે.આયોજનમાં મશીન ટુલ્‍સ મેન્‍યુફેકચર્સ એસોસીએશન રાજકોટના હોદ્દેદારો શ્રીયોગીનભાઇ છનીયારા(પ્રમુખ), શ્રીહરેશભાઇ પટેલ(ઉપપ્રમુખ), તેજસ દુદકીયા(સેક્રેટરી), દેવલભાઇ ઘોરેચા (જો.સેક્રેટરી), કનકસિંહ ગોહીલ(ખજાનચી), તથા એસોસીએશનના ડાયરેકટરો શ્રીસચીનભાઇ નગેવાડીયા, બ્રિજેશભાઇ સાપરીયા, કરણભાઇ પરમાર, પીયુષભાઇ ડોડીયા, અશ્વિનભાઇ કવા, કેતનભાઇ ગજેરા, બીપીનભાઇ સિધ્‍ધપુરા, ઘનશ્‍યામભાઇ પરમાર, હરેશભાઇ ડોડીયા અને કેએમજી બિઝનેશ ટેકનોલોજી-અમદાવાદના શ્રીકમલેશભાઇ ગોહીલ, અમીતભાઇ મિષાી તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો. ૭૨૪૦૦ ૭૭૪૦૦ ઉપર સંપર્ક કરી શકાય છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(3:57 pm IST)