Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ઘરેલુ હિંસાના કેસમાં ભરણપોષણ વધારવા થયેલ અપીલને ડીસ્‍ટ્રીકટ કોર્ટે ફગાવી દીધી

રાજકોટ તા. ૧પઃ શહેરના ૯/૧૦ મનહર પ્‍લોટ, વિસ્‍તારમાં રહેતા અરજદાર હેતલબેન ચિરાગભાઇ પટેલ ડો./ઓ. શૈલેષભાઇ અઢીયા એ પોતાના પતિ ચિરાગભાઇ વાડીલાલભાઇ પટેલ સામે ઘરેલું હિંસા અન્‍વયે નામદાર કોર્ટમાં અરજી દાખલ કરેલ હતી. સદરહું અરજી ટ્રાયલ દરમિયાન અરજદાર કેસ ચાલતા દરમ્‍યાન વચગાળાનું ભરણપોષણ મેળવવા માટે અરજી રજુ રાખેલ હતી. કોર્ટ બંને પક્ષકારના રજુઆતી પુરાવા તથા દલીલો ધ્‍યાને લઇ અરજદારની અરજી અન્‍વયે કોર્ટમાં હુકમ તારીખથી ચડત ભરણપોષણ ચુકવવા આદેશ કરેલ હતો. કોર્ટના આ હુકમ અનુસંધાને અરજદારે હુકમ તારીખથી નહીં પરંતુ અરજીની તારીખથી વચગાળાનું ભરણપોષણ મેળવવા ડીસ્‍ટ્રીક કોર્ટોમાં ટ્રાયલ કોર્ટના હુકમ વિરૂધ્‍ધ અપીલ દાખલ કરેલ હતી. નામદાર ડીસ્‍ટ્રીક કોર્ટ આ અપીલ અનુસંધાને બંને પક્ષકારોના પુરાવાઓ રજુ થયેલા દસ્‍તાવેજ તથા તાજેતરમાં વિવિધ સંલગ્નના ચુકાદાઓ ધ્‍યાને લઇ અરજદારની અપીલ નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

નીચેની કોર્ટમાં આ હુકમ અનુસંધાને અરજદારે નામદાર ડીસ્‍ટ્રીક કોર્ટમાં અપીલ દાખલ કરેલ જેમાં તેઓએ અપીલની વિગતમાં નીચેની કોર્ટ ભુલ કરેલ છે અને અરજદારને હુકમ તારીખથે બદલે અરજીની તારીખથી વચગાળાનું ભરણપોષણ ચુકવવા અપીલ દાખલ કરેલી નામદાર ડીસ્‍ટ્રીક કોર્ટ આ અપીલની સુનવણી દરમિયાન અપીલની વિગતો તેમજ સામાવાળાઓના અપીલ અન્‍વયેના વાંધા જવાબ તેમજ રેકર્ડ પર રજુ દસ્‍તાવેજો તથા અરજદાર નોકરી કરતા હોવાની સત્‍ય હકીકત રેકર્ડ પર આવતા નામદાર ડીસ્‍ટ્રીક કોર્ટ બંને પક્ષકારોને સાંભળી અને અરજદારે અપીલ કોર્ટમાં ખોટી વિગતો રજુ કરી કોર્ટને ગેરમાર્ગે દોરી અપીલ દાખલ કરાવડાવેલ હોય અરજદારની અપીલ કોર્ટમાં ખોટી વિગતો રજુ કરી કોર્ટને ગેરમાર્ગે દોરી અપીલ દાખલ કરાવડાવેલ હોય અરજદારની અપીલ નામંજુર કરી અપીલ ફગાવેલ હતી. આ કામના સામાવાળા ચિરાગભાઇ પટેલ વતી યશસ્‍વી એસોસીએટસના એડવોકેટ વિવેક ધનેશા, કિશન રાજાણી, કરશન એન. ભરવાડ એડવોકેટ દરજજે તથા જલ્‍પાબેન એચ. ખીમસુરીયા, શૈલેષ આર. કવાતર, ઝલક ચૌહાણ, વંકાણી પુર્વી લીગલ આસીસ્‍ટન્‍ટ તરીકે રોકાયેલ છે.

(5:14 pm IST)