Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ખેતીની જમીનના બોગસ ડોકયુમેન્‍ટ બનાવીઠગાઇના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧પઃ રાણપુર (નવાગામ)ની કીંમતી ખેતીની જમીનમાં ડુપ્‍લીકેટ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી પૈસા મેળવવા છેતરપીંડી તેમજ વિશ્‍વાસઘાત કરવા અંગેના ગુન્‍હામાં સંડોવાયેલ આરોપીઓનો જામીન પર છુટકારો રાજકોટ સેસન્‍સ કોર્ટે ફરમાવેલ છે.

આ કામના ફરીયાદીએ રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦, ૪૬૭, ૪૬૮, ૧ર૦(બી) અને ૧૧૪ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જેના અનુસંધાને આરોપીઓ નામે (૧) સુનીલ વસંતભાઇ મોતા (ર) અજય રસીકલાલ ઠકકર (૩) અલ્‍પેશભાઇ કીશનભાઇ સીમરીયા (૪) સંધ્‍યાબેન પંકજભાઇ રાવલ (પ) અલ્‍કાબેન કુમંદચંદ્ર રાવલ (૬) રીન્‍કુબેન આલોકભાઇ પુજારી (૭) મામદભાઇ સુમારભાઇ કુંભારને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલા જેમાં આરોપી નંબર (૪) સંધ્‍યાબેન પંકજભાઇ રાવલ (પ) અલ્‍કાબેન કુમંદચંદ્ર રાવલને નામ. સેશન્‍સ કોર્ટ દ્વારા ચાર્જશીટ બાદ જામીન અરજી થતા બંન્‍ને આરોપીને સેસન્‍સ કોર્ટ જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ ફરીયાદના આધારે આ કામના આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરી જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. ત્‍યારબાદ ચાર્જશીટ થતા અને હાલના આરોપીઓ (૪) સંધ્‍યાબેન પંકજભાઇ રાવલ (પ) અલ્‍કાબેન કુમુદચંદ્ર રાવલ વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્‍યાનમાં લઇ સેસન્‍સ કોર્ટે આ કામના આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, રોકાયેલા હતા.

(5:15 pm IST)