Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

આરટીઓ કર્મચારી ચોટીલાના ખેરડીના હેમતને વાડીએ લઇ જઇ બેફામ ધોલધપાટ

જનક, સંગ્રામ સહિતે મળવા માટે સીમમાં બોલાવ્‍યા બાદ બનાવ

રાજકોટ તા. ૧૫: અહિની આરટીઓમાં નોકરી કરતાં અને ચોટીલાના ખેરડી ગામે રહેતાં હેમત રાઘવજીભાઇ દુમાદીયા (કોળી) (ઉ.૩૪)ને રાતે દસેક વાગ્‍યે ગામની સીમમાં જનક કોળી, સંગ્રામ કોળી સહિતનાએ ધોકા-લાકડીથી માર મારતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે ચોટીલા પોલીસને જાણ કરી હતી. હેમતના ભાઇ ભરતભાઇએ કહ્યું હતું કે હેમંત રાજકોટ આરટીઓમાં નોકરી કરે છે. તે રાતે ઘરે હતો ત્‍યારે તેને જનક સહિતે ફોન કરી સીમમાં બોલાવ્‍યા બાદ તેના બાઇક સહિત એક વાડીએ લઇ જઇ ત્‍યાં બેફામ મારકુટ કરી હતી અને તેનો મોબાઇલ ફોન તથા બાઇક પણ પડાવી લીધા હતાં. કારણ અંગે પોતાને ખબર  ન હોવાનું તેણે કહ્યું હતું. હેમંતે સારવાર બાદ વહેલી સવારે રજા લઇ લીધી હતી. ચોટીલા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)