Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ઘરેલું હિંસાના કેસમાં ભરણ પોષણનીરકમનો ઘટાડો કરતી અદાલત

હાઉસીંગ બોર્ડને કન્‍વેયન્‍સ ડીડી કરી આપવા હુકમ

રાજકટ તા. ૧પઃ અત્રે હેમાલીબેન હિતેષભાઇ ડેડકીયાએ તેના પતિ, સાસરીયા વિરૂધ્‍ધ કરેલ ઘરેલું હિંસાના કેસમાં કોર્ટે માસિક રૂા. છ હજાર ભરણપોષણ ચુકવવા હુકમ કર્યો હતો. જે સામે પતિ દ્વારા અપીલ થતાં સેસન્‍સ કોર્ટે નીચેની કોર્ટના હુકમમાં ફેરફાર કરીને માસિક છ હજારને બદલે ત્રણ હજાર ચુકવવાનો હુકમ કર્યો હતો.

બીજા એક કેસની વિગત મુજબ વેચાણ કરાર અને મુખત્‍યારનામાના આધારે હાઉસીંગ બોર્ડનું મકાન ખરીદનાર તેમજ વેચનારનું અવસાન થતાં કોર્ટે ખરીદનારના વારસદાર જોગ કન્‍વેયન્‍સ ડીડ કરી આપવાનો હાઉસીંગ બોર્ડને હુકમ કરેલ હતો.

રાજકોટ નજીકના આણંદપર (નવાગામ) ખાતે થયેલ. ઇ.ડબલ્‍યુ.એસ. યોજના હેઠળ બાંધવામાં આવેલ મકાન પૈકીના મકાન નં. ૪૬ અંગે મનોજ વી. ભટ્ટને લેટર ફાળવવામાં આવેલ. જે ૧૯૯રમાં નૌતમલાલ ચાવડાને મકાન વેચી કબજો આપેલ. ત્‍યારબાદ વેચનાર અને ખરીદનારનું અવસાન થતાં સિવિલ કોર્ટમાં નવીનભાઇ ચાવડાએ કેસ દાખલ કરેલ હતો. જ ેમાં કોર્ટે વાદી જોગ કન્‍વેયન્‍સ ડીડ કરી આપવા હુકમ કરેલ હતો. આ કામે વકીલ એન. પી. દક્ષિણી બંને કેસોમાં રોકાયા હતાં.

(3:53 pm IST)