Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

નવાગામમાં કામેથી ઘરે આવી રહેલા રાજૂ પર અજાણ્‍યા શખ્‍સોનો હુમલો

બાઇક સાથે બાઇક અથડાવી ગાળો દઇ ધોકાવાળી કરી

રાજકોટ તા. ૧૫: નવાગામ રંગીલા સોસાયટીમાં પંચવટી શેરી-૧માં રહેતાં અને મંડપ સર્વિસમાં કામ કરતાં રાજુ ગોવિંદોભાઇ વેડીયા (કોળી) (ઉ.૩૪)ને તે રાતે સણોસરાથી કામની સાઇટ પરથી સાડા દસેક વાગ્‍યે નવાગામ આવી ઘર તરફ જતો હતો ત્‍યારે બૂટભવાની મંડપ સર્વિસ પાસે ચાર અજાણ્‍યાએ તેના બાઇક સાથે બાઇક અથડાવી ઝઘડો કરી ગાળાગાળી કરી બાઇકમાં નુકસાન કરી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. રાજૂના કહેવા મુજબ આ શખ્‍સો નશો કર્યો હોય તેવી હાલતમાં હતાં. હું તેને જોયે ઓળખુ છું, નામ આવડતાં નથી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(5:14 pm IST)