Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ગ્રેટર ચેમ્‍બર અને સ્‍ટેટ બેંકના સંયુકતઉપક્રમે શનિવારે વ્‍યવસાયલક્ષી સેમીનાર

રાજકોટ તા. ૧પઃ સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયા અને ગ્રેટર રાજકોટ ચેમ્‍બરના સંયુકત ઉપક્રમે બેન્‍કિંગ ધિરાણ વિશે માહિતી અને નિકાસ માટે ઉજવળ તકો વિશે એક ઉપયોગી સેમિનાર તા. ૧૭ શનિવારે સાંજના પ-૩૦ વાગ્‍યે રાખવામાં આવેલ છે. સેમીનારમાં અમદાવાદથી સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાના ચીફ જનરલ મેનેજર શ્રી શમશેર સિંગ ઉપસ્‍થિત રહી નાના અને મધ્‍યમ કક્ષાનાં ઉદ્યોગકારોને બેંકની એસ.એમ.ઇ. (SME) ની ફાયનાન્‍સ સ્‍કીમ અને તેની પ્રક્રિયાઓ સમજાવશે. એસ.બી.આઇ. દ્વારા નાના, મિડીયમ લઘુ ઉદ્યોગોને જરૂરી નાણાકીય સહાય કેવી રીતે મળી શકે અને એસ.બી.આઇ.ની એસએમઇની અલગ અલગ સ્‍કીમની માહિતી આપશે.

આજ વર્ષોમાં વેપાર ઉદ્યોગ માટે કેવી તકો નિર્માણ થવા જઇ રહી છે અને આ ખાસ કરીને સ્‍ટાર્ટ અપ, મેક ઇન્‍ડિયા અંતર્ગત નાના, મિડિયમ, લઘુ ઉદ્યોગને બેંક તરફ મળતું ધિરાણ અને લાભો અને સવલતો વિશે સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહી સંપૂર્ણ માહિતી આપશે. જેથી કરીને આવા વેપાર ઉદ્યોગને શરૂઆતમાં પડતી મુશ્‍કેલીઓ મહદ અંગે દૂર કરી શકાય.

સેમિનારમાં ભાગ લેવા ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સની ઓફીસ 402, ગોલ્‍ડન પ્‍લાઝા, ટાગોર રોડ ખાતે રૂબરૂ સંપર્ક કરવા. અન્‍યથા મો. 79902 09481 ઉપર સંપર્ક કરી નામ, પેઢીનું નામ અને મોબાઇલ નંબર ઇન્‍સ્‍ટોલ કરવા જણાવાયું છે.

સેમીનારને સફળ બનાવવા કારોબારી સભ્‍યો, સુનીલભાઇ વોરા, મયુરભાઇ શાહ, હિતેશભાઇ વિઠલાણી, હર્ષદભાઇ ખૂંટ, સંજયભાઇ મહેતા, વિનયભાઇ સાકરીયા, નરેન્‍દ્રભાઇ મહેતા, અંકિતભાઇ કાકડીયા, દેવાંગભાઇ પીપળીયા, રાજેન્‍દ્રસિંહ જાડેજા, હેમલભાઇ કામદાર, મનોજભાઇ વરમોરા, તપન વોરા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા હોવાનું ગ્રેટર ચેમ્‍બર પ્રમુખ રાજીવભાઇ દોશી, ઉપપ્રમુખ ઉપેનભાઇ મોદી, ચેરમેન ધનસુખભાઇ વોરા, વાઇસ ચેરમેન કાંતિભાઇ જાવીયા, ઉપપ્રમુખ ઇશ્‍વરભાઇ બાંભોલીયા, રમેશભાઇ પટેલ, કિરીટભાઇ આદ્રોજા, સહમંત્રી સુનીલભાઇ ચોલેરા, જગદીશભાઇ સોની ખજાનચી અજીતસિંહ જાડેજા, અશોકભાઇ સુરેલીયાની સંયુકત યાદીમાં જણાવાયું છે.

(3:52 pm IST)