Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

બોગસ પે સ્‍લીપ બનાવી છેતરપીંડી કરવાનાગુનામાં પકડાયેલ આરોપીના જામીન નામંજુર

રાજકોટ તા. ૧પઃ બોગસ પેસ્‍લીપ બનાવવા તેમજ વિશ્‍વાસઘાત અને છેતરપીંડી આચરવાના ગુન્‍હામાં આરોપીઓની જામીન અરજી રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ર૬-૭-રર ના રોજ સી.આઇ.ડી. ક્રાઇમ પોલીસમાં ફીરયાદી ઇરફાન ઉમરભાઇ શેખ એ ફરિયાદ નોંધાવેલ કે આરોપીઓએ તેમની કંપનીમાં છેતરપીંડી અને વિશ્‍વાસઘાત કરી ખૂબજ મોટી રકમની ઉચાપત કરેલ છે તેમજ બોગસ પેસ્‍લીપ બનાવી ગુન્‍હો આચરેલ છે તેવી ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સપના યોગેશ ગૌતમ તથા યોગેશ ફકીરચંદ ગૌતમ રહે. ઉત્તર પ્રદેશ વાળાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. જેલમાંથી આરોપીઓએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આવા ગુન્‍હાઓનું પ્રમાણ દીન પ્રતિદીન વધતું જાય છે. જો આરોપીઓને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્‍હા કરશે તેથી જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી એ. વી. હીરપરાએ આરોપીઓની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:51 pm IST)