Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજકોટમાં ૨૩ મીથી ઓશો નવ સન્‍યાસ ઉત્‍સવ

ઓશોના અનેક પુસ્‍તકો-સાહિત્‍યનું સંપાદન કરતા સ્‍વામી ચૈતન્‍ય કીર્તી શીબીરનું સંચાલન સંભાળશે

રાજકોટ તા. ૧૫ : આજથી ૫૧ વર્ષ પૂર્વે મનાલીમાં ઓશો દ્વારા નવ સન્‍યાસ આંદોલનનો શુભારંભ કરાયો હતો. જેમાં માં ધર્મ જયોતિ, સ્‍વામિ ચૈતન્‍ય કિર્તી સહીત ઓશો પ્રેમી નવસન્‍યાસમાં દીક્ષીત થયા હતા. ત્‍યારે આવો જ એક નવસન્‍યાસ ઉત્‍સવ આગામી તા. ૨૩ સપ્‍ટેમ્‍બરથી ૨૬ સપ્‍ટેમ્‍બર સુધી રાજકોટના આંગણે યોજાવા જઇ રહ્યો છે.
સ્‍વામિ ચૈતન્‍ય કીર્તી ૧૯૭૩ થી ઓશોની માસિક અને પાક્ષીક પત્રિકાઓનું સંપાદન કરતા રહ્યા છ. સાથે ઓશોના હિન્‍દી સાહિત્‍યનું સંપાદન પણ પહેલેથી કરતા આવ્‍યા છે. આ ઉપરાંત ૧૯૮૭ થી ૨૦૦૦ સુધી પુણે ઓશો કમ્‍યુનના પ્રેસ પ્રવકતા પણ રહી ચુકયા છે. વર્ષ ૨૦૦૧ થી ઓશો વર્લ્‍ડ માસિક પત્રિકાનું સંપાદન સંભાળી રહ્યા છે અને છેલ્લા ૨૦ વર્ષથી દેશ વિદેશમાં ઓશો ધ્‍યાન શીબીરોનું સંચાલન કરી રહ્યા છે.
તેઓએ ઓશો જીવન સાથે જોડાયેલ પાંચ પુસ્‍તકોની રચના પણ કરી છે. જેમાં (૧) અલ્લાહ ટુ ઝેન (ર) ઓશો વે ઇન રોમાન્‍સ વીથ લાઇફ (૩) ઓશો ફ્રેગરન્‍સ (૪) ધ એકેડેમી ઓફ ઝેન (૫) માઇન્‍ડફુલનેશ ધ માસ્‍ટર કી નો સમાવેશ થાય છે.
હાલમાં જ તેમનું એક નવુ પુસ્‍તક ‘ઓશો એ મિસ્‍ટેક ઓફ લવ' પ્રકાશિત થયુ છે.
ઓશોનો નવસન્‍યાસ એવો અનોખો  સન્‍યાસ છે જેમાં પ્રેમ, ધ્‍યાન, સર્જન અને ઉત્‍સવની ઓશો દેશણા છે. આ ધ્‍યાન શીબીરમાં નવા મિત્રોને સન્‍યાસ દીક્ષીત કરવામાં આવે છે.
ત્‍યારે રાજકોટમાં આવા જ ઓશો નવસન્‍યાસ ઉત્‍સવનું તા. ૨૩ થી ૨૬ સુધી આયોજન થયુ હોય ઓશો પ્રેમી સન્‍યાસીઓમાં ભારે ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે. આ શીબીરનું સંચાલન સ્‍વામી ચૈતન્‍ય કીર્તી સંભાળશે.

 

(3:45 pm IST)