Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજકોટ-ભાવનગર રોડ પર ઠેર-ઠેર ખાડાઃ અકસ્‍માતોને આમંત્રણ

રાજકોટ : શહેરના આજી ડેમ ચોકડીથી આટકોટ સુધીના રાજકોટ-ભાવનગર રોડની હાલત વરસાદના કારણે એકદમ ખરાબ થઇ ગઇ છે. ઠેર-ઠેર નાના મોટા ખાડા થઇ જતા વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. અકસ્‍માતોને ખૂલ્લા આમંત્રણ સમાન રોડ તરફ ઉચ્‍ચ અધિકારીઓ અને પદાધિકારીઓનું ધ્‍યાન નહિં જતું હોય ? રાજકોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્‍યક્ષ ચેતન પાણએ બિસ્‍માર રસ્‍તા અંગે આક્રોશ ઠાલવી તાત્‍કાલિક મરામતની માંગણી કરી છે.

 

(3:44 pm IST)