Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

કેન્‍દ્ર સરકારના નોટરીના ઇન્‍ટરવ્‍યુ રાજકોટ ખાતે લેવા વકીલોની રજુઆત

રાજકોટ તા. ૧પઃ એડવોકેટ અને નોટરી નિમણુંક બાબતે રજુઆત છે કે ઓનલાઇન ઇન્‍ટરવ્‍યુ નોટરીઓના ઇન્‍ટરવ્‍યુ રદ કરી રાજકોટ સરકીટ હાઉસ ખાતે રૂબરૂમાં હાજર રહી ઇન્‍ટરવ્‍યું લેવાય તેવી માંગણી છે. ઓન લાઇન ઇન્‍ટરવ્‍યુથી પડતી મુશ્‍કેલીમાં નેટવર્કની ખામીઓ અને સર્વર બંધ પડી જવું નેટ ધીમું હાલતું હોય તથા પચાસ ટકા જુનીયર એડવોકેટ પાસે એન્‍ડ્રોઇડ ફોન પણ નથી અને તેમાં પણ ઓનલાઇન ઇન્‍ટરવ્‍યુંથી ખરેખર લાયક એડવોકેટ ઉમેદવારને અન્‍યાય થશે. તો રાજકોટ જુનીયર બાર એસો. રજુઆત છે કે, નોટરી ઇન્‍ટરવ્‍યુ રૂબરૂ સક્ષમ અધિકારીઓએ હાજર રહી રાજકોટ સરકીટ હાઉસ ખાતે લેવા એસો. માંગણી છે. લીગલ સેલ પ્રમુખ શ્રી અનિલભાઇ દેસાઇ રાજકોટ બાર એસો. પ્રમુખ શ્રી અર્જુનભાઇ પટેલને રજુઆત કરવામાં આવેલ છે.

(3:41 pm IST)