Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ખેલૈયાઓ થઈ જાઓ તૈયાર...હજારો રઘુવંશી ખેલૈયાઓ વચ્‍ચે જામશે નવરાત્રીનો રંગ

‘અકિલા રઘુવંશી બીટ્‍સ'ના આયોજકો અકિલા કાર્યાલયની મુલાકાતેઃદરરોજ ૪૦ પ્રિન્‍સ- પ્રિન્‍સેસ જાહેર કરાશેઃ બેસ્‍ટ ટ્રેડીશનલ પોષાક, ડેકોરેટીવ ગરબા, બેસ્‍ટ આરતી, બેસ્‍ટ મહેંદી જેવી દરરોજ જુદી- જુદી સ્‍પર્ધાઓ, સમગ્ર ગ્રાઉન્‍ડ સીસીટીવી કેમેરાથી સજજ બનશેઃ દરરોજ લાખેણા ઈનામોઃ ૧ લાખ વોટની સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ : અવનવી થીમ પર સ્‍પર્ધાઓ સાથે ગરબાની રમઝટ બોલાવાશે

પાસના ફોર્મ અને વધુ માહિતી માટે મો.૯૭૨૭૫ ૪૩૧૩૬

રાજકોટઃ હજારો રઘુવંશીઓને થીરકાવવા અકિલા રઘુવંશી બીટસ સજજ છે. ખેલૈયાઓ આ રાસોત્‍સવમાં રમવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખેલૈયાઓ માટે રાસોત્‍સવની સાથોસાથ અનેકવિધ સ્‍પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્‍ના, પારસભાઈ ઉનડકટ, સાગરભાઈ તન્‍ના, જયદેવભાઇ રૂપારેલીયા, નૈનેશભાઈ દાવડા, અમીતભાઈ પાબારી, રજનીભાઈ રાયચુરા, નિરવભાઈ પાંઉ, દિપકભાઈ કારીયા, રઘુરાજ રૂપારેલીયા સહિતના ‘અકિલા રઘુવંશી બીટસ'ના આયોજનને ક્ષતિશુન્‍ય બનાવવા અકિલા પરીવારના મોભી અને રઘુવંશી જ્ઞાતિ રત્‍ન કિરીટકાકા ગણાત્રાના આશીર્વાદ મેળવ્‍યા હતાં.

આયોજક ટીમ દ્વારા જણાવાયું હતુ કે, અકિલા ૨ઘુવંશી બીટસ દાંડીયારાસમાં દરરોજ ૪૦ પ્રિન્‍સ-પ્રિન્‍સેસ જાહેર કરાશે. સાલસા, વેસ્‍ટર્ન, રાઉન્‍ડ ચોકડી સહીતના ૫૦ સ્‍ટેપ ખેલૈયાઓ ગ્રાઉન્‍ડમાં જમાવટ કરશે. વિશાળ ગ્રાઉન્‍ડમાં ટાઈટ સીકયુરીટી, વિશાળ કેન્‍ટીન, આકર્ષક લાઈટીંગ સાથે મનમોહક સ્‍ટેજનું નિર્માણ કરાશે. આ ઉપરાંત દરરોજ જુદી જુદી સ્‍પર્ધાઓ જેવી કે બેસ્‍ટ ટ્રેડીશ્‍નલ પોષાક, ડેકોરેટીવ ગરબા, બેસ્‍ટ આરતી, બેસ્‍ટ મહેદી, બેસ્‍ટ ટેટુ જેવી અવનવી થીમ પર સ્‍પર્ધાઓ સાથે ગરબાની રમઝટ બોલાવદશે.ખેલૈયાઓ અને યુવાનો માટે સેલ્‍ફી ઝોન કે જેમાં સેલ્‍ફી ઝોનની થીમ રોજ અલગ અલગ રહેશે, સલામતીના માપદંડ ઉપર ખરા ઉતરતા ગ્રાઉન્‍ડના દરેક વિઝનને સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવશે, સમગ્ર આયોજન અંગે રઘુકુળ યુવા ગ્રુપના નેતૃત્‍વમાં દરરોજ સતત મીટીંગનો ધમધમાટ થઈ રહયો છે જેમા આયોજનના દરેક પાસાઓ જેવા કે ગ્રાઉન્‍ડ ડીઝાઈન, વોર્મ લાઈટીંગ, આકર્ષક ગેઈટ, ફ્‌લોર મેટીંગ સહીતના તમામ પાસાઓમાં શ્રેષ્‍ઠ આયોજન કરવા ટીમે તૈયારી દર્શાવી છે. દાંડીયારાસમાં ઉમેરાયેલા નવા આકર્ષણ અને નવા સ્‍ટેપ સાથે વધુમાં વધુ ઈનામો કબજે કરવા ખેલૈયાઓ પણ સજજ થઈ રહયાં છે.

આ રાસોત્‍સવમાં દરરોજ માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન--અર્વાચીન સ્‍તુતીઓ, દુહા-છંદની રમઝટ બોલાવવામાં આવશે. દરેક નોરતે ‘જય આદ્યાશકિત' જાણીતા ભકિતપદથી રાસોત્‍સવનાં મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સુર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો,સીંગર જીગ્નેશ સોની, અભિષેક ગઢવી, ભૂમિ મહેતા તથા એંન્‍કર તરીકે હર્ષલ માંકડ (હેયાન) અને વૈશ્વીક ખ્‍યાતનામ ઓશો બીટસ ઓરકેસ્‍ટ્રાના મહેશભાઈ ગૌસ્‍વામી તથા સાથી ટીમ, સુનીલભાઈ રાદડીયા (પેરેમાઉન્‍ટ સાઉન્‍ડ) સહિતના સંગીતકાર એરેન્‍જરના સથવારે સમગ્ર દેશના વિવિધ રાજયોના લોકગીતો પર ભજન, રાસ પર આધારીત ભકિતપદોને સથવારે ઇન્‍ટરનેશનલ ફેઇમ કલાકારોના ગ્રુપ સાથે ઓરકેસ્‍ટ્રા તેમજ રસાળ એન્‍કરીંગ તેમજ ઢોલ માં ખાસ બહારથી આવેલ કલાકારો ધૂમ મચાવશે. લોકગીતોના સથવારે દરરોજ હજારો ખેલૈયાઓ ભાવવિભોર બનીને ઝુમશે.

રઘુવંશી રાસોત્‍સવમાં અત્‍યાધુનીક ૧ લાખ વોલ્‍ટતી ડીઝીટલ સાઉન્‍ડ સીસ્‍ટમ રાખવામાં આવી છે. વોર્ટેક સ્‍પીકસ (જે.બી.એલ.) તેમજ ફલાઈગ સીસ્‍ટમનાં સથવારે ધૂમ મચાવશે. સમગ્ર પરીસરને ભવાની સીકયુરીટીના અભિમન્‍યુસિંહ જાડેજા અને તેમના બાઉન્‍સરો સુરક્ષા કવચ પુરૂં પાડશે. તેમજ સમગ્ર ગ્રાઉન્‍ડ સી.સી. ટીવી કેમેરાથી સજજ રહેશે તથા સમગ્ર સૌરાષ્‍ટ્રમાં ઘરે બેઠા આ મહોત્‍સવને લાખો દર્શકો નિહાળી શકે તે માટે જાણીતી ચેનલ દ્વારા સોત્‍સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ'ના ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે વિતરણ થઇ રહયાં છે. ખેલૈયાઓનો ખૂબ મોટો ધસારો અને અનેરો ઉત્‍સાહ જોવા મળી રહયો છે. ફોર્મ જમા કરાવવા માટે જાનકી પ્રોપટીઝ, જગન્‍નાથ ચોક, સાંઈનગર કોમ્‍યુનીટી હોલની સામે (મો.૯૭૨૭પ ૪૩૧૭૬) કાર્યાલયે જ સંપક કરવો. શ્રી રઘુકળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે શારદીય નવરાત્રી દરમિયાન તા.૨૬/૦૯/૨૦૨૨ થી તા. ૦૫/૧૦/૨૦૨૨ સુધી યોજાનાર ‘અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ' ના ફોર્મ (૧) જાનકી પ્રોપર્ટીઝ, જગન્‍નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) મગનલાલ આઇસ્‍ક્રીમ, રેસકોર્ષ રીંગ રોડ (૪) સંતોષ ડેરી ફાર્મ, ઈન્‍દીરા સર્કલ, (પ) અંબીકા ફરસાણ, કોટેચા ચોક (૮)અરૂણા સીલેકશન, નિર્મળા રોડ (૭) દર્શન મેચીંગ સેન્‍ટર, પંચાયત ચોક (૮)રાજેન્‍દ્ર સોડા, ઓસ્‍કાર પ્‍લાઝા, સાધવાસવાણી રોડ, (૯) ધુબાકા શીંગ, રૈયા રોડ, (૧૦) માં કેન્‍ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૧૧) બાલાજી સ્‍ટેશનરી, બાપા સીતારામ ચોક, રૈયા રોડ, (૧૨) એરટેલ શોપી, જાસલ કોમ્‍પલેક્ષ, નાણાવટી ચોક (૧૩) મનમંદીર કોલ્‍ડ્રીંકસ, રૈયા રોડ, શાકમાર્કેટ પાસે, (૧૪) રાધે બ્‍યુટી કેર, ભકિતનગર સર્કલ, ગીતાનગર મેઈન રોડ, જયનાથ હોસ્‍પીટલ પાસે (૧૫) જલારામ ખમણ, બજરંગ ચોક, ગાંધીગ્રામ (૧ ૬) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૧૭) ચા વાલા ટી કાફે, સંતોષ ભેળની બાજુમાં, સર્વેશ્વર ચોક (૧૮)કે.ડી. ડાન્‍સ એકેડમી, ૯- જંકશન પ્‍લોટ, (૧૯)રાજહંસ સોડા, ત્રિકોણબાગ, (૨૦)સપના સોડા, શ્રી હરી નમકીનની બાજુમાં, કોટેચા ચોક, (૨૧) જલારામ મંદિર, ભીલવાસ (૨૨) શ્રી વિનાયક એન્‍ટરપ્રાઈઝ, ૨૫/૩૮ ન્‍યુ જાગનાથ પ્‍લોટ કોર્નર (૨૩) કાજલ જયુસ, વિરાણી ચોક (૨૪) શ્રી હરી ભગત, ગુંદાવાડી મેઈન રોડ (૨પ) રઘુવીર મેઘજી, જયુબેલી શાકમાર્કેટ (૨૬) રાઠોડ પાન, દાણાપીઠ ચોક (૨૭) જલારામ વેડીંગ કલેકશન, નિલકંઠનગર મેઈન રોડ (૨૮) શ્રી જલારામ ફરસાણ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી રોડ (૨૯) જલારામ પાંઉભાજી,રણછોડદાસજીબાપુના આશ્રમની બાજુમાં, કુવાડવા રોડ (૩૦)જલારામ અનાજ ભંડાર, જુનું માર્કેટીંગ યાર્ડ (૩૧) જયશ્રી અંબીકા જનરલ સ્‍ટોર, ગોપાલનગર-૧, ઢેબર રોડ (૩૨) ક્રિષ્‍ના મોબાઈલ શોપ, ગોકુલધામ ગેઈટ સામે, કળષ્‍ણનગર મેઈન રોડ (૩૩)અર્વા બ્‍યુટી ઝોન, નાંણાવટી ચોકથી અંદર, રામેશ્વર ચોક, રામેશ્વર હોલ પાસે (૩૪) સાગર ઈલેકટ્રીક, સ્‍વામીનારાયણ મંદીરની બાજુમાં, કાલાવડ રોડ રાજકોટ ખાતેથી મળશે. વિશેષ વિગતો માટે મો.૯૭૨૭૫ ૪૩૧૭૬, મો.૮૭૫૮૫ ૮૫૮૪૮ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપની યાદીમાં જણાવાયું છે.

 સમગ્ર આયોજન અંગે અને ફોર્મ અંગેની વિશેષ માહિતી માટે મો.૯૭૨૭પ ૪૩૧૩૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:38 pm IST)