Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

સીંગતેલમાં વધુ ૧પ રૂા.નો ઉછાળો

સીંગતેલ નવા ડબ્‍બાના ભાવ વધીને ર૮૬પ થી ર૯૧પ રૂપીયા થયા

રાજકોટ, તા., ૧૫: સીંગતેલમાં એક દિવસના વિરામ બાદ આજે ફરી ભાવવધારો થયો હતો. ડબ્‍બે ૧પ રૂપીયાનો ઉછાળો થયો હતો.  સ્‍થાનીક બજારમાં વરસાદના કારણે મગફળીની સીઝન મોડી થશે તેવા અહેવાલે આજે સીંગતેલમાં વધુ ૧પ રૂપીયાનો ઉછાળો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ ૧૬૬૦ રૂપીયા હતા તે વધીને ૧૬૮૦ રૂપીયા થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૮પ૦ થી ર૯૦૦ રૂા. હતા તે વધીને ર૮૬પ થી ર૯૧પ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. જો કે કપાસીયા તેલમાં આજે પ રૂપીયાનો ઘટાડો થયો હતો. કપાસીયા તેલના ભાવ ઘટીને રર૬પ થી ર૩ર૦ રૂપીયા થયા હતા.

સીંગતેલમાં કાચામાલની અછતના બહાને સટોડીયાઓ ફરી સક્રિય થયાનું વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.

(3:37 pm IST)