Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

આંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતાં મધુબેન પારઘી પર હુમલો

પડોશી ગલાલબેન, તેની દિકરીઓ અને જમાઇએ ગડદા પાટા માર્યા

રાજકોટ તા. ૧૫: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૨માં રહેતાં મધુબેન બાવજીભાઇ પારઘી (ઉ.૪૫)ને તેના પડોશી ગલાલબેન, તેની પુત્રી રંજન, ખુશી અને જમાઇ નરેશે મળી ગડદા પાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

મધુબેનના પુત્ર હરેશે જણાવ્‍યા મુજબ રંજનબેન જ્‍યારે પણ અમારા ઘર પાસેથી નીકળે ત્‍યારે ગાળો બોલતી જાય છે અને ન બોલવાનું બોલે છે. આજે પણ ઘર પાસેથી નીકળ્‍યા ત્‍યારે ‘આ મરતો'ય નથી' તેમ કહેતાં મારા બાએ તું આવું કોને કહે છે? તેમ પુછતાં ગાળાગાળી કરી હતી અને બાદમાં બધાએ મળીને મારા બાને ધોલધપાટ કરી લીધી હતી.

(3:37 pm IST)