Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

માલવીયા ચોકથી લેલન ટી પોઇન્‍ટ સુધી ફોરવ્‍હીલર માટેનું નો-એન્‍ટ્રીનું જાહેરનામુ રદ

થોડા દિવસો પહેલા જ આ રસ્‍તા પરના વેપારીઓએ રજૂઆત કરી હતી

રાજકોટ તા. ૧૫: શહેરના માલવીયા ચોકથી લોધાવાડ ચોક લેલન ટી પોઇન્‍ટ સુધી કાર તથા હેવી વાહનોના પ્રવેશ પર સવારના નવથી રાતના નવ સુધી પ્રતિબંધ હતો અને આ માટે પોલીસ કમિશનરનું જાહેરનામુ અમલમાં હતું. પરંતુ આ પ્રતિબંધને કારણે આ રોડ પરના વેપારધંધાને માઠી અસર થતી હોવાની રજૂઆત વેપારીઓએ ગત પાંચમીએ પોલીસ કમિશનર અને એસીપી ટ્રાફિકને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્‍યાને લઇ પોલીસે પ્રજાજનોની સમસ્‍યાને ધ્‍યાને લઇ આ જાહેરનામુ હાલ પુરતું માત્ર ફોર વ્‍હીલર (ફક્‍ત એલ.એમ.વી.) માટે રદ કર્યુ છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ આ જાહેરનામુ રદ કરી જણાવ્‍યું છે કે શાષાી મેદાન ખાતે અગાઉ કામચલાઉ એસટી બસ સ્‍ટેશન શરૂ થયું હતું. આ કારણે માલવીયા ચોકમાં ટ્રાફિકની ભારે સમસ્‍યા રહેતી હોવાથી માલવીયા ચોકથી લેલન ટી પોઇન્‍ટ સુધી કાર તથા ભારે વાહનોના સવારના નવથી રાતના નવ સુધી આ રસ્‍તા પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. પરંતુ હવે કામચલાઉ બસ સ્‍ટેશન બંધ થઇ ગયું હોઇ અને વેપારીઓએ કાર તથા ભારે વાહનોના પ્રવેશબંધીના જાહેરનામાને કારણે વેપાર ધંધાને અસર પડતી હોવાની રજૂઆત કરી હોઇ જેથી હાલ પુરતું કાર માટે આ જાહેરનામુ રદ કરવામાં આવ્‍યું છે. એસીપી ટ્રાફિક આર. વી. મલ્‍હોત્રાએ જણાવ્‍યા મુજબ હવેથી આ રસ્‍તો કાર માટે ખુલ્લો થઇ ગયો છે.

(3:33 pm IST)