Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

કોલેજ-યુનિવર્સિટીમાં આસી. પ્રોફેસર માટે લાયકાત પરીક્ષા GSET માટે અરજી કરો

રાજકોટ તા.૧પ : સમાજમાં માન, પ્રતિષ્‍ઠા, સેવા કરવાનો મોકો અને સંતોષકારક પગાર આપતી નોકરી કોલેજ અને યુનિવર્સિટીમાં આસી. પ્રોફેસરની ગણાય છે. પ્રાધ્‍યાપક બનવા માટે આજનું યુવાધન સતત આતુર હોય છે. કોલેજ યુનિવર્સિટીમાં આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર બનવા માટેની લાયકાત પરીક્ષા GSET (ગુજરાત સ્‍ટેટ એલીજીબીલીટી ટેસ્‍ટ) માટે હાલમાં ફોર્મ ભરાઇ રહ્યા છે.

એમ. એસ. યુનિવર્સિટી, બરોડા દ્વારા લેવામાં આવતી જીસેટ / સ્‍લેટ માટે ર૮ સપ્‍ટેમ્‍બર, ર૦રર સુધીમાં https :// www.gujarat set.ac in/  ઉપર ઓનલાઇન અરજી કરી શકાય છે. જુનિયર રીસર્ચ ફેલોશી૫, (JRF) માટે પણ GSET આપી શકાય છે.

યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશન (UGC) ના નિયમ મુજબ માસ્‍ટર ડીગ્રી ધારકો અથવા તો માસ્‍ટર ડીગ્રીના છેલ્લા વર્ષમાં કે સેમેસ્‍ટરમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસી શકશે. શૈક્ષણિક લાયકાત, ઓનલાઇન રજીસ્‍ટ્રેશનની વિગતો, ફી, રીઝર્વેશનની જોગવાઇઓ, ઉપર પરીક્ષા કેન્‍દ્રો, વિષયો, સહિતની તમામ માહિત સત્તાવાર વેબસાઇટ gujaratset.in ઉપરથી મેળવી શકાય છે. GSET આપવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર ૧૮ વર્ષ હોવી જરૂરી છે.

વિવિધ રપ વિષયોમાં ૬ નવેમ્‍બર, ર૦રર ના રોજ બે પેપરના રૂપમાં કુલ ૩૦૦ માર્કસની પરીક્ષા યોજવામાં આવશે. નિયમ મુજબ મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓ આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર માટે લાયક ગણવામાં આવશે અને તેઓને પરીણામ બાદ સર્ટીફીકેટ ઇસ્‍યુ કરવામાં આવશે.

ગુજરાતમાં કુલ ૧૧ શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે, જેમાં બરોડા, અમદાવાદ, રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર, વલ્લભ વિદ્યાનગર, ગોધરા, જૂનાગઢ, વલસાડ તથા ભુજનો સમવેશ થાય છે. પ્રથમ પેપરમાં પ૦ પ્રશ્નો અને બીજા (દ્વિતીય) પેપરમાં (ર૦ પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષાના સાત દિવસ અગાઉ હોલ ટીકીટ / એડમીટ કાર્ડ ઇસ્‍યુ કરવામાં આવશે. પરીક્ષા સંદર્ભેના લેટેસ્‍ટ અપડેટ માટે સમયાંતરે વેબસાઇટ જોતી રહેવા જણાવાયું છે. ૬ નવેમ્‍બરના રોજ પરીક્ષાનો સમય સવારે ૯.૩૦ થી બપોરે ર.૩૦ સુધીનો રહેશે.

તો મિત્રો, જલ્‍દીથી ફોર્મ ભરીને વેબસાઇટ ઉપર સિલેબસ, જુના પેપર્સ, અગાઉની પરીક્ષાનું કટઓફ વિગેરે જોઇ-જાણીને આત્‍મવિશ્વાસ સ્‍વપ્રયત્‍ન, હકારાત્‍મક અભિગમ અને ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. સોનેરી ભવિષ્‍ય આપ સૌની રાહ જોઇ રહ્યું છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે.  સૌને ઓલ ધ બેસ્‍ટ)

- ર૮ સપ્‍ટેમ્‍બર સુધીમાં https://www.gujarat set.ac.in/ ઉપર ઓનલાઇન અરજી કરી શકાય છે

- માસ્‍ટરડીગ્રી ધારકો માટે વિવિધ રપ વિષયોમાં ૬ નવેમ્‍બરે પરીક્ષા યોજાશેઃ કુલ ૩૦૦ માર્કસના બે પેપર હશે

- રાજકોટ, જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં ૧૧ કેન્‍દ્રો ઉપર પરીક્ષા લેવાશે.

(3:30 pm IST)