Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ભાદર-૧ના ૧૫ દરવાજા ૪ ફૂટ રાત્રે ૧૨ વાગ્‍યે ખોલાયા : ૨૨ ગામોને ચેતવણી

રાજકોટ તા. ૧૫ : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લિલાખા ગામ પાસે આવેલ ભાદર -૧ ડેમ ઓવરફલો થઈ જતાં ડેમના ૧૫ દરવાજા ૪ ફૂટ ગત રાત્રે ૧૨ વાગે ખોલવામાં આવ્‍યા છે.

ઉપરવાસના વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે જેથી ડેમની હેઠવાસમાં આવેલા ગોંડલના લિલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાગરા, લુણાગરી, વાડાસડા, જામકંડોરણા તાલુકાનાં  તરવડ, ઈશ્વરીયા ધોરાજી તાલુકાના વેગડી, ભુખી, ઉમરકોટ ગામોના લોકોને નદીના પટમાં અવર - જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા સુચિત કરવામાં આવ્‍યું  છે.

(1:34 pm IST)