Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજકોટીયન્‍સ ગેટ સેટ ગો.. સ્‍વરસામ્રાજ્ઞી સારિકાસિંહની ગાયકીની ગહેરાઇમાં ડૂબવા થઇ જાવ તૈયારઃ ૨ દિવસ બાકી

સારીકાસિંઘ સાથે નાનુ ગુર્જર અને રાજેશ ઐયરનો જબરદસ્‍ત સથવારો : રાજકોટમાં અન્‍વેષાના સુપર - ડુપર પરર્ફોમન્‍સના પગલે હવે બબ્‍બે ધુરંધરો સંગીતમય ધમાલ મચાવવા આવી રહ્યા છે : ઓકટોબરમાં સુદેશ ભોંસલેનો ધમાકેદાર કાર્યક્રમઃ જૂજ ટિકીટો બાકી છે : હેમુ ગઢવી હોલ ઉપરથી આજે જ મેળવી લ્‍યો : પછી અફસોસ થશે

રાજકોટ, તા.૧૫ : પીળી સ્‍પોટ લાઇટમાં હકડેઠઠ્ઠ જનમેદનીથી ભરેલું સભાગળહ... સ્‍વરસ્‍થ સારિકા સિંહની ગાયકીની ગહેરાઇમાં ડૂબેલા લોકો... ચિરસ્‍મરણિય ગાયકી અને સુમધુર ઘેરાવદાર કંઠ... સારિકાજીની પેશકશમાં શબ્‍દોની પણ કોઇ જરૂર હોતી નથી.. માત્ર કર્ણ સુધી સાત સૂર પહોંચવાની અને હૃદય સોંસરવા સૂરની આ ઘટના ઘટે છે.. આવીજ ઘટના રાજકોટમાં ઘટવા જઇ રહી છે. ૧૭ સપ્‍ટેમ્‍બરે રાજકોટના હેમુગઢવી હોલમાં રાત્રે ૯:૩૦ કલાકથી જ્‍યારે સારિકા સિંહના અવાજનો જાદુ ચાલશે ત્‍યારે ઉપસ્‍થિત સૌકોઇ મંત્રમુગ્‍ધ થયા વિના નહીં રહે.
બોલીવુડ પ્‍લેબેક સીંગર અને સારેગામા ફેમ ગાયિકા સારિકા સિંહ રંગીલા રાજકોટવાસીઓને તેના મીઠા કંઠનો પરિચય કરાવવા આવી રહી છે. ઓલ બોલીવુડ ઇવેન્‍ટ્‍સ અને તાલ તરંગ ક્‍લબના ભારતીબેન નાયકના પ્રયાસોથી પ્રખ્‍યાત ગાતિકા અન્‍વેષાના સુપર ડૂપર હિટ શો બાદ રાજકોટમાં એક એક થી ચઢિયાતા બોલીવુડના ગાયકોને માણવાની તક સંગીત-ેમીઓને ઘર આંગણે મળશે જેમાં આગામી તા.૧૭ સપ્‍ટેમ્‍બરે બોલીવુડની -ખ્‍યાત ગાયિકા સારિકા સિંહ ૅસુનહરી યાદેૅ કાર્યક્રમ અંતર્ગત યાદગાર ગીતોની જમાવટ કરશે. સારિકા સિંહ મૂળ ઇન્‍દોરના વતની છે અને લતા મંગેશકરના ગીતો તેમના હ્રદયની ખુબ નજીક છે. સારિકા સિંહ સારેગામાપા ની ફાઇનલિસ્‍ટ રહી ચૂકી છે. તેઓ કિશોર કુમારના પણ જબરા ચાહક છે. ખાસ કરીને રોમેન્‍ટિક ગીતો માટે સારિકા ફેમશ છે. શાષાીય સંગીત શિખ્‍યા છે. જ્‍યારે પણ રિયાઝ કરે છે ત્‍યારે રાગ ભૈરવી વધુ ગાય છે કારણ આ તેમનો -યિ રાગ છે. આ ઉપરાંત માંડ, બાગેશ્રી, ભૈરવ રાગ પણ તેમને પસંદ છે. સારિકા માત્ર હિન્‍દી નહીં અનેક ભાષાઓમાં ગીતો ગાય છે.
સારિકા સિંહના આત્‍માપૂર્ણ શાંત અવાજ અને ભારતીય શાષાીય સંગીતમાં તેણીની નિપુણતાને કારણે તે ભારત અને વિદેશમાં સંગીત પ્રેમીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. તેણીની પોતાની યુટયુબ ચેનલ ‘સરિકા સિંઘ લાઇવ' વિશ્વભરમાં ૧૦ લાખથી વધુ ઓર્ગેનિક સબ્‍સ્‍ક્રાઇબર્સ અને દર મહિને ૫૦ લાખથી વધુ વ્‍યૂઝને વટાવી ગઈ છે. તેણીના ગીતો ઝી ટીવી, સોની ટીવી અને દૂરદર્શન ચેનલ જેવા ઘણા ટીવી ચેનલ કાર્યક્રમો અને સંગીત કંપનીઓ જેમ કે સારેગામા મ્‍યુઝિક ઈન્‍ડિયા, ટીસીરીઝ, ટાઈમ્‍સ આધ્‍યાત્‍મિક, સોની મ્‍યુઝિક અને અન્‍ય ડિજિટલ પ્‍લેટફોર્મ વગેરે ઉપર ઉપલબ્‍ધ છે. માત્ર હિન્‍દીજ નહીં પરંતુ ઉડિયા, બંગાળી, રાજસ્‍થાની, ગુજરાતી, પંજાબી, કન્નડ, તેલગુ, આસામી, ભોજપુરી વગેરે જેવી અનેક ભાષાઓમાં અનેક -ખ્‍યાત ગીતોને પોતાનો અવાજ આપનાર ભારતની -ખ્‍યાત પ્‍લેબેક સિંગર હવે રાજકોટીઓને તેના સુમધુર ગીતો વડે ડોલાવવા આવી રહી છે.
સારિકા એટલે સંગીત જગતમાં એક એવું નામ જે વિશ્વભરના લાખો સંગીત પ્રેમીઓમાં ખુશી, આનંદ, રોમાંચ, પ્રસન્નતા અને લાગણીઓના તમામ રંગોનો ઉમેરો કરે છે. આપણે બધાજ જાણીએ છીએકે સારિકા એ ભારતીય સંગીત જગતમાં એક અદભૂત કલાકાર છે. પ્‍લેબેક સિંગિંગમાં પ્રવેશ કર્યો ત્‍યારથી તેણીએ ટોલીવુડ, બોલિવૂડ તેમજ દક્ષિણ ભારતમાં કોમર્શિયલ મ્‍યુઝિક એરેનામાં પોતાની હાજરીનો અનુભવ કરાવ્‍યો છે. તેણીના માર્ગદર્શકોના જાગ્રત અને સતત માર્ગદર્શન અને તેના ચાહકો અને શુભેચ્‍છકોના આશીર્વાદ હેઠળ સારિકા સિંહે સંગીતની શ્રેષ્‍ઠતાની સફર સતત ચાલુ રાખી છે. સારિકાએ તેની સંગીતિક સફરને લઇને દેશ વિદેશમાં અઢળક શો આપ્‍યા છે. સારિકા સિંહનું માનવું છે કે, કોઇપણ ક્ષેત્રમાં આગળ વધવા એટલી મહેનત તો કરવીજ પડે કે લોકો તમને ઓળખે, તમારી કલાને ઓળખે. સંગીતના ક્ષેત્રમાં આગળ વધવા માટે ભણતર પણ ખુબ જરૂરી છે. નવાઇની વાત એ છે કે, સારિકા સિંહના પરિવારમાં તે એકમાત્ર ગાયિકા છે. તેને સંગીત વારસામાં નથી મળ્‍યું. તેઓ કિશોર કુમાર ને તેમના આઇડલ માને છે. ગાયનની સાથે સારિકા સિંહ પિયાનો પણ સારો વગાડી જાણે છે. હાર્મોનિયમ પર પણ હાથ અજમાવે છે. તબલા અને સિતાર પણ શિખ્‍યા છે. સારિકા સિંહ માને છે કે સંગીતમાં આગળ વધવા માટે કોઇ શોર્ટકટ છે જ નહીં.
 સારિકા સિંહે ભારતની અનેક ફિલ્‍મો અને દક્ષિણ ભારતીય મૂવીઝ માટે પણ ઘણાબધા ગીતો ગાયા છે એટલુંજ નહીં તે લક્ષ્મીકાંત-પ્‍યારેલાલ ફેમ પ્‍યારેલાલજી સાથે હાલ પણ દેશ વિદેશમાં અનેક લાજવાબ પ્રોગ્રામ આપી રહી છે. દિલ્‍હીમાં એક સંગીતની સ્‍પર્ધા યોજાઇ હતી જ્‍યાં દેશ વિદેશથી હજારો સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં સારિકા સિંહે ૅયારા સીલી સીલીૅ ગીત ગાયું ત્‍યારે અનુમલિક, અલ્‍કા યાગ્નિક અને સોનુ નિગમે તેને વિજેતા જાહેર કરી એટલુંજ નહીં સારિકાસિંહને સારેગામાપા માં વાઇલ્‍ડ કાર્ડ એન્‍ટ્રી આપી અને તે ફાઇનલિસ્‍ટ પણ બની. સારિકા સિંહ ક્‍લાસિકલ શીખ્‍યા છે. ગ્‍વાલિયર, રામપુર અને પટિયાલા ઘરાનાની તાલીલ લીધી છે. સારિકાજીને બંગાળી ભાષા વધુ પસંદ છે. લોકોને દિલમાં ટચ કરે તેવા ક્‍લાસિક ગીતો ગાવા તેઓ હવે રાજકોટ આવી રહ્યા છે.
સારિકા સિંહ ની સાથે નામાંકિત ગાયક કલાકાર રાજેશ ઐયર અને મનુ ગુર્જર સૂર માં સાથ પુરાવશે. જુના લાજવાબ ગીતોની જાણે રંગોળી પુરાશે. સારિકા સિંહ રાજકોટમાં પ્રથમવાર આવી રહ્યા છે ત્‍યારે તેમને સાંભળવાનો આ અદભૂત લ્‍હાવો ચૂકવા જેવો નથી. રાજકોટ ખાતે ભારતીબેન નાયક દ્વારા પ્રસ્‍તુત તાલ તરંગ સંસ્‍થાના નેજા હેઠળ ૧૭ સપ્‍ટેમ્‍બર શનિવારે રાત્રે ૯ વાગ્‍યે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે સારિકા સિંહ યાદગાર ગીતોની યાદોને ફરી જીવંત કરશે. આ તકનો લાભ લેવા આજેજ તાલ તરંગ સંસ્‍થાના ભારતીબેન નાયકનો મો. ૯૮૯૨૬૨૫૭૬૮ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

 

(12:39 pm IST)