Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

કાંગસીયાળીની સીમમાં બે બિહાર મજૂર ટ્રેનની ઠોકરે ચડી ગયાઃ એકનું મોત, બીજો ગંભીર

હાજતે ગયા ત્‍યારે બનાવઃ મૃતક સંજીવ બે વર્ષથી કાંગસીયાળીમાં રહી કારખાનામાં નોકરી કરતો હતો

રાજકોટ તા. ૧૫: કોઠારીયા સોલવન્‍ટથી આગળ કાંગશીયાળીની સીમમાં રાતે બે બિહારી યુવાન ટ્રેનની ઠોકરે ચડી જતાં એકનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું અને બીજાને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.
જાણવા મળ્‍યા મુજબ કાંગશીયાળીમાં આવેલી સિલ્‍વર ટેક્‍નોકાસ્‍ટ કારખાનાની ઓરડીમાં રહેતાં મુળ બિહારના બાંકા જીલ્લાના પથીયા તાબેના દાંતીન ગામના સંજીવ મગનભાઇ કાપરી (ઉ.૨૫) તથા તેની સાથે જ રહેતો અને કામ કરતો સોનુ પહલમાન કાપરી (ઉ.૨૭) રાતે ઓરડીએથી  સિલ્‍વર ટેક્‍નોકાસ્‍ટની પાછળ આવેલા રેલ્‍વે પાટા પાસે હાજતે ગયા ત્‍યારે અચાનક ટ્રેન આવી જતાં બંને ઠોકરે ચડી જતાં સંજીવનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યુ઼ હતું. જ્‍યારે સોનુને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોફિકભાઇ જૂણાચે શાપર પોલીસને જાણ કરી હતી.
મૃત્‍યુ પામનાર સંજીવ પાંચ ભાઇમાં ત્રીજો હતો અને તેને સંતાનમાં બે પુત્રી છે. બે વર્ષથી તે કાંગસીયાળીમાં રહી કારખાનામાં કામ કરતો હતો. જ્‍યારે તેની સાથેનો સોનુ બે ભાઇ બે બહેનમાં ત્રીજો છે. ગઇકાલે બુધવારે બંનેને રજા હોઇ ઓરડીએ હતાં. રાતે અગિયાર પછી હાજત કરવા માટે રેલ્‍વેના પાટે જતાં ટ્રેનની ઠોકરે ચડી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

 

(12:06 pm IST)