Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

કોઠારીયા સોલવન્‍ટમાં ગાળો બોલવાની ના પાડતાં આશાબેન પર હુમલોઃ કાર અને ટુવ્‍હીલરમાં તોડફોડ

યુવરાજસિંહ અને તેની સાથેના અજાણ્‍યા શખ્‍સોએ આતંક મચાવ્‍યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૫: કોઠારીયા સોલવન્‍ટ હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટર નં. ૧માં રહેતાં અને સખી મંડળમાં કામ કરતાં વિધવા આશાબેન વિનોદભાઇ ગોહેલ (ઉ.૪૨)ને રાતે સવા બારેક વાગ્‍યે યુવરાજસિંહ અને અજાણયા શખ્‍સોએ ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

આશાબેને સારવાર બાદ રાતે જ રજા લીધી હતી. તેણે ટેલિફોનીક વાતચીતમાં આક્ષેપો સાથે જણાવ્‍યું હતું કે પોતે અને બીજા મહિલા ઘર પાસે બેઠા હતાં ત્‍યારે યુવરાજસિંહ અને બીજા શખ્‍સો ગાળાગાળી કરતાં હોઇ તેને ઘરથી દૂર જવાનું કહેતાં વધુ ગાળો દઇ મારા પર હુમલો કર્યો હતો અને બેફામ માર માર્યો હતો. એ પછી મને ૧૦૮ મારફત હોસ્‍પિટલે લઇ જવામાં આવી ત્‍યારે પાછળથી યુવરાજસિંહના માણસોએ આવી મારા ઘર પાસે રાખેલી મારી ઇકો કાર અને એક્‍ટીવામાં પણ બેફામ તોડફોડ કરી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:13 pm IST)