Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મિડલ કલાસ ફેમેલીના હાર્ટ ટચીંગ અને મનોરંજના બુસ્‍ટરડોઝ સાથે

આવતીકાલે બીગ સ્‍ક્રિન પર છવાશે અદભૂત ફિલ્‍મ ‘મિડલ ક્‍લાસ લવ'

આ મારા જીવનની વાર્તા છેઃ રત્‍ના સિન્‍હા : મારા હૃદયને ટચ કરે છે ત્‍યારે જ હું હૃદયથી કામ કરી શકું છુઃ પ્રીત કમાણી : મને ચેલેન્‍જ સ્‍વિકારવી ગમે છેઃ ઇશા સિંહ : નાનપણથી જ બોલિવૂડની હિરોઈન બનવાનું સપનું આ ફિલ્‍મથી પૂર્ણ થવા જઈ રહ્યું છેઃ કાવ્‍યા થાપર : મધ્‍યમવર્ગીય પરિવારના યુવાનોને પડતી સમસ્‍યાઓને ખૂબ જ મનોરંજક રીતે રજૂ કરાઇ : પ્રીત કમાણી, કાવ્‍યા થાપર અને એશા સિંહ મુખ્‍ય ભૂમિકામાં : ફિલ્‍મના ટ્રેલરને જબરો પ્રતિસાદ : ફિલ્‍મની વાર્તા એક મધ્‍યમ વર્ગના છોકરાની પ્રેમ કહાની પર આધારિત છે, જે પાછળથી પ્રેમ ત્રિકોણ બની જાય છે. મધ્‍યમવર્ગ પરિવારમાં જન્‍મેલો કોલેજ છોકરો તેની પરિસ્‍થિતિમાંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે : પ્રખ્‍યાત દિગ્‍દર્શક અનુભવ સિન્‍હાના બનારસ મીડિયા વર્ક્‍સ અને ઝી સ્‍ટુડિયો દ્વારા નિર્મિત ફિલ્‍મ મિડલ ક્‍લાસ લવ આવતીકાલે એટલે કે તા. ૧૬ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ ના રોજ બીગ સ્‍ક્રિન પર થશે રિલીઝ : પ્રીત કમાણી, અભિનેત્રી કાવ્‍યા થાપર અને ઇશા સિંદ્ય તેમજ લેખિકા ડિરેક્‍ટર રત્‍ના સિન્‍હા અકિલાના મહેમાન બન્‍યા

આવતીકાલે રજુ થનારી હિન્‍દી ફિલ્‍મ ‘મિડલ ક્‍લાસ લવ'ના કલાકારો અકિલાના મહેમાન બન્‍યા હતા. તસવીરમાં અકિલાના મોભિ શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ફિલ્‍મના કલાકારો રાજકોટનો યુવા અભિનેતા પ્રીત કમાણી, કાવ્‍યા થાપર, ઇશા સિંહ, ફિલ્‍મના રાઇટર - ડિરેક્‍ટર રત્‍ના સિંન્‍હા તેમજ હરેન કમાણી તેમજ અકિલા પરિવારના વિજયભાઇ કમાણી, પૂજાબેન, ફેમીદાબેન, કૃપાબેન, રાધિકાબેન વગેરે નજરે પડે છે. (તસવીરઃ સંદિપ બગથરિયા)
રાજકોટ, તા.૧૫: આવતીકાલે સિનેમા ઘરોમાં રજુ થવા જઇ રહી છે અદભૂત અને ખુબજ હ્રદય સ્‍પર્શી ફિલ્‍મ ‘મિડલ-ક્‍લાસ લવ' જે રત્‍ના શાહ દ્વારા દિગ્‍દર્શિત આગામી બોલિવૂડ કમિંગ એજ રોમાન્‍સ કોમેડી ડ્રામા ફિલ્‍મ છે. ફિલ્‍મમાં પ્રીત કમાણી, ઈશા સિંહ, કાવ્‍યા થાપર અને મનોજ પેહવા મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્‍મની વાર્તા એક મધ્‍યમ વર્ગના છોકરાની પ્રેમ કહાની પર આધારિત છે, જે પાછળથી પ્રેમ ત્રિકોણ બની જાય છે. પ્રખ્‍યાત દિગ્‍દર્શક અનુભવ સિન્‍હાના બનારસ મીડિયા વર્ક્‍સ અને ઝી સ્‍ટુડિયો દ્વારા નિર્મિત ફિલ્‍મ મિડલ ક્‍લાસ લવ આવતીકાલે એટલે કે તા. ૧૬ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ના રોજ બીગ સ્‍ક્રિન પર રિલીઝ થવા જઇ રહી છે ત્‍યારે આ ફિલ્‍મના કલાકારો હિરો પ્રીત કમાણી, અભિનેત્રી કાવ્‍યા થાપર અને ઇશા સિંદ્ય તેમજ લેખક ડિરેક્‍ટર રત્‍ના સિન્‍હા અકિલાના મહેમાન બન્‍યા હતા અને ફિલ્‍મ વિશે ગોઠડી કરી હતી.
લેખિકા અને ડિરેક્‍ટર રત્‍ના સિન્‍હાજીએ જણાવ્‍યું હતું કે, ફિલ્‍મ ‘શાદી મે જરૂર આના' આવી એ પહેલા જ ‘મિડલ ક્‍લાસ લવ' ફિલ્‍મની વાર્તા પહેલેથી જ મારા મગજમાં હતી. આ ફિલ્‍મ વિશે હું લગભગ સાત વર્ષથી વિચારતી હતી. આ તમામ મિડલ ક્‍લાસ ના ફેમિલી ને આવરી લેતી ફિલ્‍મ છે. જેમાં આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આપણે કોઈ આનાથી વધુ સારા પરિવારમાં જન્‍મ્‍યા હોત તો.! આ એ દોર ની વાર્તા છે. આ ફિલ્‍મમાં પ્રીત કમાણી જે યુધિષ્‍ઠિર નામના યુવાનું પાત્ર ભજવી રહ્યો છે. જેને લાગે છે કે મારા માતા-પિતા મારા બરાબર નથી એના કરતાં હું વધુ સારો છું, એના કરતા હું વધુ સારી જિંદગી માણી શકું છું અથવા ઇચ્‍છું છું. આ યુવકને અપર કલાસમાં જવા માટે જે જવાની જે વાર્તા છે અને તેને એ દરમિયાન કઈ કઈ વસ્‍તુઓ માંથી પસાર થવું પડે છે તે આ ફિલ્‍મમાં બખૂબી વણી લેવામાં આવ્‍યું છે. આપણા માતા-પિતા અને આપણો પરિવાર એ આપણા જીવનમાં એથી વિશેષ કશું જ હોતું નથી. રત્‍ના સિન્‍હાજી કહે છે, આ મારી વાર્તા છે કારણકે મને એવું લાગતું કે મારા માતા-પિતા ઓછું ભણેલા છે, સ્‍ટાઇલિશ નથી તેઓ અંગ્રેજી નહોતા બોલતા અને મારા મિત્રો ના માતા પિતા અંગ્રેજી બોલતા સ્‍ટાઇલિશ હતા. આ બધી વસ્‍તુઓ મારા મગજમાં રહી હતી. આ ફિલ્‍મમાં પ્રીતના પિતાનો રોલ કરતા મનોજ બાવા ફિટ રહેવા જિમમાં જાય છે ફિલ્‍મમાં યુવા પાત્રને લાગે છે કે મારા પિતા ફીટ નથી, મારી માતા અંગ્રેજી નથી બોલતી આ બધાથી તેને પરેશાની થાય છે અને એવું લાગે છે કે બીજા છોકરાઓ જેવો હું આ સમાજમાં નથી. એને બીજા છોકરાઓનું વધુ સારું લાગે છે. પછી તેને સમજમાં આવે છે કે મારા માતા-પિતા જેટલા શ્રેષ્‍ઠ સમાજમાં અન્‍ય કોઈ નથી. આજ ફિલ્‍મની વાર્તા છે.
 સાઉથની ઘણી બધી ફિલ્‍મો આવી જેને હિસાબે બોલિવૂડની અનેક ફિલ્‍મો ફ્‌લોપ ગઇ અને પિટાઇ પણ ગઈ. આ દોરમાં તમે ‘મિડલ કલાસ લવ' જેવી હિન્‍દી ફિલ્‍મ અને એ પણ નવા પાત્રો સાથે સિનેમાના પડદે લાવી રહ્યા છો તો શું લાગે છે આ ફિલ્‍મ કેવી ચાલશે? રત્‍ના સિંન્‍હાજીએ જણાવ્‍યું હતું કે, મને લાગે છે કે સાઉથની ફિલ્‍મો તેની માટી સાથે જોડાયેલી હોય છે આપણે પણ આપણી માટીથી ક્‍યાંક દૂર જતા રહ્યા હતા જયાં સુધી તમારી ફિલ્‍મ તમારા લોકોની છે, તમારી માટી સાથે જોડાયેલી છે તે માટે એક કનેક્‍શન બહુ જરૂરી છે. તો અમારી આ ફિલ્‍મ આપણી માટીની જ ફિલ્‍મ છે, આપણા બાળકોની જ ફિલ્‍મ છે. આપણા ઘરની ફિલ્‍મ છે. મારા મતે જો ફિલ્‍મો સારી હોય તો લોકો જોવે જ છે.
મહિલા નિર્દેશક રુપે આપને કેટલીક મુશ્‍કેલીઓ આવી હતી? રત્‍નાજી એ જણાવ્‍યું કે, મુંબઇમાં એવું નથી કે બરાબરી નથી. મુશ્‍કેલી એ આવી કે નવા લોકો સાથે ફિલ્‍મ બનાવી. કારણ નવા લોકોને બહુ ઓછો સપોર્ટ મળે છે. આથી ઝી સ્‍ટુડિયો અને અનુભવ સિન્‍હાનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તેઓએ અમને ફિલ્‍મ બનાવવાની આઝાદી આપી. તેઓ અમારી ફિલ્‍મ ઓટીટી પર મૂકી શકે છે છતાં તેઓ અમારી ફિલ્‍મને મોટા પડદે રિલીઝ કરવા જઈ રહ્યા છે તેઓને અમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. ફિલ્‍મના ગીતો પણ ખૂબ જ સુંદર છે. જેનું સંગીત પ્રખ્‍યાત સંગીતકાર હિમેશ રેશમિયા એ આપ્‍યું છે. ફિલ્‍મના નવા ચેહરાઓને લાવવા તે એક ચેલેન્‍જ છે જે અમે સ્‍વિકારી છે. નવા લોકોને જયાં સુધી નહિં લાવો ત્‍યાં સુધી ઇન્‍ડસ્‍ટ્રી મોટી કઇ રીતે થશે.?
રાજકોટના નવયુવાન પ્રીત કમાણી બોલિવુડની ઘણી ફિલ્‍મોમાં હીરો તરીકે એન્‍ટ્રી કરી ગુજ્જુઓનું નામ રોશન કર્યું છે. રાજકોટના પ્રીત કામાણી નામના નવયુવાને ટીવી એડથી કેરીયરનો આરંભ કરીને બોલીવુડમાં એક આગવું સ્‍થાન ઉભું કર્યુ છે. શાહીદ કપુરના દીકરાનું પાત્ર ભજવી પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપનાર પ્રીત હરેન કામાણીના હીરો તરીકેની નવી ફિલ્‍મ મિડલ કલાસ લવ આગામી ૧૬મી સપ્‍ટે. સિનેમા હોલમાં રિલીઝ થઇ રહી છે ત્‍યારે રાજકોટ માટે આ ગૌરવની દ્યટના છે. એક ગુજરાતી યુવા તરીકે ગુજરાતી ફિલ્‍મોથી શરૂઆત કેમ ન કરી? ત્‍યારે અકિલાના આંગણે મહેમાન બનેલા અને ઘેઘુર અવાજ ધરાવતા પ્રીત કમાણીએ જણાવ્‍યું હતું કે, મારૂં એક જ સપનું હતું કે મારે હીરો બનવું છે, એક્‍ટર બનવું છે. જે ફિલ્‍મો જોઈને હું મોટો થયો એવી જ પ્રકારની ફિલ્‍મોમાં મારે એક્‍ટિંગ કરવી છે. જર્સી, મસ્‍કા, હમ ચાર  આ બધી ફિલ્‍મોમાં કામ કર્યા પછી મિડલ ક્‍લાસ લવ ફિલ્‍મમાં કામ કરવાની તક મળી છે. મારી એવી ચોક્કસ ઈચ્‍છા છે હું ગુજરાતી ફિલ્‍મોમાં કામ કરૂં પણ મારી એટલી જ અપેક્ષા છે કે જે કંઈ સ્‍ટોરી આવે તે મારા હૃદયને સ્‍પર્શવી જોઈએ. કારણ હું એટલું ચોક્કસપણે માનું છું કે જે મારા હૃદયને ટચ કરે છે ત્‍યારે જ હું હૃદયથી કામ કરી શકું છું. પછી એ કોઈપણ ભાષાની ફિલ્‍મો હોય અને હું એમ પણ ઈચ્‍છું છું કે જેમ સાઉથની ભાષાનો આજે સુનામી આવ્‍યો તેમ એ જ રીતે ગુજરાતી ફિલ્‍મો પણ ઉભરી આવે અને ગુજરાતી ફિલ્‍મના જેટલા મારા એક્‍ટર કલાકારો છે એમને પણ હું હંમેશાં સપોર્ટ કરું છું. હમણાં જ મેં ગુજરાતી ફિલ્‍મ ફક્‍ત મહિલાઓ માટે જોઈ અને મને ખૂબ જ ગમી તેના પ્રીમિયરમાં પણ હું ગયો હતો. કલાકારોએ કલા માટે નો પ્રેમ બતાવવો જોઈએ.
 પ્રીત કહે છે, તમે ગુજરાતી ની વાત કરી તો હું ચોક્કસ કહેવા માંગીશ કે જયારે શાહરૂખ ખાન બોલિવૂડમાં પ્રખ્‍યાત બન્‍યા તે પહેલા તે દિલ્‍હીના હતા એટલે દિલ્‍હી પ્રખ્‍યાત બન્‍યું હતું. મારી ઇચ્‍છા એવી છે કે હું રાજકોટનો છું તો રાજકોટ વર્લ્‍ડ ફેમસ થાય પણ તેના માટે મારે પહેલા બોલિવૂડમાં સાબિત કરવું પડશે કે આ ગુજરાતના પાણી નો છોકરો છે બસ મારી એવી ઈચ્‍છા છે અને હું એ પણ ઈચ્‍છું છું કે રાજકોટના લોકો તેમના આ છોકરાને ખૂબ જ સપોર્ટ કરે અને ફિલ્‍મને ખૂબ જ પ્રેમ આપે.
પ્રીત કમાણીએ વધુમાં જણાવ્‍યું હતું કે, મિડલ ક્‍લાસ લવ ફિલ્‍મ એ મારા માટે એક અદભુત સુવર્ણતક હતી. દ્યણી વખત તકના અભાવને કારણે લોકોને ચાન્‍સ નથી મળતો અને જયારે તમને ચાન્‍સ મળે છે ત્‍યારે તમને એ રિસોર્સિસ ન મળે ડાયરેક્‍ટર અને પ્રોડ્‍યુસર તેવા ન મળે પણ મને એક એવા ડાયરેક્‍ટર મળ્‍યા કે જેમણે રાજકુમાર રાવ ની કારકિર્દીમાં એક સૌથી મોટો ભાગ ભજવ્‍યો. એક એવા પ્રોડ્‍યુસર મળ્‍યા કે જેમણે આયુષ્‍યમાન ખુરાના ને એવો રોલ આપ્‍યો કે જે તેમણે કદી વિચાર્યો પણ ન હતો. અનુંભવ સિન્‍હા અને ઝી સ્‍ટુડિયો એ મારા પર અને મારા અભિનય પર ભરોસો મૂક્‍યો એટલે હું એટલું જ કહીશ કે દરેક દિવસ એ મારા માટે સપનું સાકાર થયા બરાબર હતું. એક એવી અનુભૂતિ થતી હતી કે આ મને એક એવો ચાન્‍સ મળ્‍યો છે જેમાં મારે મારુ ૨૦૦્રુ પર્ફોમન્‍સ આપવાનું છે અને એજ મેં કર્યું છે. ત્રણ વર્ષ કામ કર્યું અને કોઈ પણ કસર બાકી નથી રાખી. મેં સર્વસ્‍વ તેમાં આપ્‍યું છે. ભવિષ્‍યમાં કેવી ફિલ્‍મો કરવી છે? પ્રીત કમાણીએ જણાવ્‍યું હતું કે, મારી ઇચ્‍છા એવી છે કે લોકો થિયેટર પાછા જાય. અત્‍યારે લોકો પોતાના ફોનમાં સંકળાયેલા રહે છે. એક જ દ્યરમાં રહેતા હોય તો પણ લોકો પોતાના લેપટોપમાં અને ટેબલેટ માં બીઝી હોય છે. મારી ઇચ્‍છા એવી છે કે લોકો એકસાથે થિયેટર જાય, પોપકોર્ન ખાય ફિલ્‍મ જોવે, એન્‍જોય કરે. મારી ઇચ્‍છા એવી જ છે કે હું એવી ફિલ્‍મ કરું કે જે ફૂલ એન્‍ટરટેઇનમેન્‍ટ હોય.
 પ્રીતે કહ્યું કે, મિડલ ક્‍લાસ લવ ફિલ્‍મનું શૂટિંગ ૨૦૧૯ માં શરૂ થયું એ વખતે કોરોના હતો નહીં એટલે એ પછી કોવિડ આવ્‍યો એટલે અમને ડર હતો કે હવે લોકો નહીં જોવા જાય. થિયેટરો બધા બંધ પડી ગયા હતા. પ્રોડ્‍યુસર્સ ને પણ દ્યણી બધી નુકસાની ગઈ હતી અને ખાસ કરીને જયારે ન્‍યૂકમર આવતા હોય ત્‍યારે દ્યણા બધા રિસ્‍ક પણ હોય કે જેટલું ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કર્યું છે તેની સામે રિટર્ન કેટલું આવશે. તેમ છતાં રત્‍ના સિંન્‍હા એક એવા વ્‍યક્‍તિ રહ્યા કે જેમણે છેલ્લે સુધી લડત આપી અને હજી પણ ફાઈટ કરી રહ્યા છે કે આ છોકરાઓમાં જે ટેલેન્‍ટ છે તે મારે દુનિયા ને બતાવવું છે.
આ ફિલ્‍મમાં ઈશા સિંહ પણ એક ખૂબ જ સુંદર પાત્ર ભજવી રહી છે. ફક્‍ત ૧૭ વર્ષની ઉંમરે ટીવી સિરિયલ ઈશ્‍ક કા રંગ સફેદ માં એક વિધવાનું પાત્ર ભજવવા માટે તેમણે એ ચેલેન્‍જ સ્‍વીકારી હતી. સીરીયલ મૂકી અને ફિલ્‍મોમાં આવવાનું કઈ રીતે બન્‍યું? ઇશાએ જણાવ્‍યું હતું કે,  સીરિયલમાં વિધવાનું પાત્ર ભજવવાનું જયારે મારી સામે આવ્‍યું ત્‍યારે મેં એક ચેલેન્‍જ રૂપે તે પાત્રને સ્‍વીકાર્યું હતું. આમ તો હું ભોપાલ થી છું અને આ ચેલેન્‍જીંગ પાત્ર માટે મેં મારી માતાને પણ કહ્યું હતું કે ભગવાનને પ્રાર્થના કરો કે મને આ રોલ મળી જાય એ મારો પહેલો શો હતો. હવે જયારે શ્નમિડલ ક્‍લાસ લવઙ્ખફિલ્‍મમાં મને ખાસ કરીને પ્રીત અને કાવ્‍યા સાથે કામ કરવાની તક મળી છે તો મને ખુબ જ સારું લાગી રહ્યું છે. ખાસ કરીને ગુજરાત આવીને મને ખૂબ જ ગમ્‍યું છે હું રાજકોટ પહેલીવાર આવી છું. અનુંભવ સિન્‍હા, ઝી સ્‍ટુડિયો અને રત્‍ના સિંન્‍હાજી એ મારા પર ભરોસો મૂક્‍યો તે ખૂબ જ પ્રેરણારૂપ રહ્યું.
તમારો ડ્રીમ રોલ કયો છે? ઈશા સિંહે જણાવ્‍યું હતું કે, આ ફિલ્‍મમાં જે રોલ કર્યો એ મારો ડ્રીમ રોલ જ હતો. જયારે હું પહેલીવાર સ્‍ક્રિન પર દેખાઈ ત્‍યારે મારા દ્યરના લોકોએ એટલું કહેલું કે તું તારી ઉમરનો કોઈ રોલ કેમ નથી કરતી? આ ફિલ્‍મમાં એક ૧૮-૧૯ વર્ષની કોલેજની છોકરીનો રોલ કરતા ખૂબ જ મજા આવી. આગળ પણ હું ચેલેન્‍જિંગ રોલ કરીશ અને મને એવું લાગે છે કે એવો રોલ કરવો જોઈએ જે કરીને તમારા દિલને મજા આવે. હું એવી જ સ્‍ટોરી શોધીશ અને એવું જ કામ શોધીશ જેથી મારું દિલ ખુશ થાય. આ ફિલ્‍મમાં ઘણા સારા અનુભવ રહ્યા એક અનુભવ અમે ખૂબ જ ઠંડી માં શૂટિંગ કર્યું તે પણ રહ્યો.
‘મિડલ ક્‍લાસ લવ'ફિલ્‍મની અભિનેત્રી કાવ્‍યા થાપર પણ આ હિન્‍દી ફિલ્‍મથી ડેબ્‍યુ કરી રહી છે. તમિલ અને તેલુગુ ફિલ્‍મ કર્યા બાદ હિન્‍દી ફિલ્‍મનો કેવો અનુભવ રહ્યો? અકિલા ની મહેમાન બનેલ કાવ્‍ય થાપરે જણાવ્‍યું કે,  પહેલી ફિલ્‍મ મારી તમિલ હતી.બીજી તેલુગુ હતી અને હવે આ મારી ત્રીજી ફિલ્‍મ છે મને ખૂબ જ આનંદ થયો કારણકે મને નવી ભાષાઓ શીખવા મળી. હિન્‍દી ફિલ્‍મ મળવાથી મને લાગતું હતું કે હવે મારે કલાકો સુધી મારા ડાયલોગ યાદ નહીં કરવા પડે. મારા ઇમોશન્‍સને એકસપ્રેસ કરવા મારા માટે ખૂબ સરળ થઈ ગયું હતું અને મારા કેરેક્‍ટરને પોતાનું બનાવવું સહજ થઇ ગયું હતું. નાનપણથી જ મારું એક સપનું હતું કે બોલિવૂડની હિરોઈન બનવું જે આ ફિલ્‍મથી પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ મિડલ ક્‍લાસ લવ ફિલ્‍મ એક એવી ફિલ્‍મ છે કે જે રત્‍ના સિંન્‍હાજી, ઝી સ્‍ટુડિયો અને બનારસ સ્‍ક્રીન બેનર હેઠળ બની છે અને જેમાં મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આ ફિલ્‍મમાં હું સાઈશા ઓબેરોય નો રોલ પ્‍લે કરી રહી છું જે એક બહુ હાઇફાઇ પરિવારમાંથી આવે છે જેને સોશિયલ મીડિયા ફેશન, સ્‍ટાઇલમાં રહેવું એવું ખુબજ ગમે છે.
રાઇટર ડાયરેકટર રત્‍ના સિંન્‍હાજી સાથેનો અનુભવ કેવો રહ્યો? ખૂબ જ ભાવુક થતા કાવ્‍ય થાપરે જણાવ્‍યું હતું કે, સતત ત્રણ વર્ષ અને આ ફિલ્‍મ પર કામ કર્યું છે અને તેમણે તેમનું બધું જ આ ફિલ્‍મ પાછળ લગાવી દીધું છે. મારા એવા ખૂબ જ સારા કર્મો રહ્યા હશે કે રત્‍નાજી સાથે બોલીવુડ ફિલ્‍મ શરૂ કરવાની મને તક મળી. ક્‍યારેક ક્‍યારેક સેટ ઉપર હું તેમને મેડમ ની જગ્‍યાએ મોમ પણ કહી દેતી હતી. હું તેમના વિશે કંઇપણ બોલીશ તો શબ્‍દો ઓછા જ પડશે. તેમની પાસે દ્યણા ઓપ્‍શન હતા પણ તેમણે અમને આ કામ કરવાની તક આપી જેથી અમે આ પ્‍લેટફોર્મ સુધી પહોંચી શકીએ.
આ ફિલ્‍મ ‘મિડલ કલાસ લવ'માં પ્રીત કમાણી, કાવ્‍યા થાપર અને એશા સિંહ મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે. આખી ફિલ્‍મનું શૂટિંગ મસૂરી અને તેની આસપાસ કરવામાં આવ્‍યું છે. એવું માનવામાં આવે છે કે મધ્‍યમ વર્ગ હોવું એ એક રોગ છે. અને તેમની પાસે આ માટે એક ખાસ શબ્‍દ છે, મિડલ કલાસિયોસિસ. આ ફિલ્‍મના નિર્માતાઓએ આ ફિલ્‍મ ખૂબ જ મનોરંજક શૈલીમાં મધ્‍યમ વર્ગના પરિવારના યુવાનો અને તેમના કેમ્‍પસ જીવનની વાર્તાઓ પર બનાવી છે. મિડલ કલાસ લવ ફિલ્‍મમાં મધ્‍યમવર્ગીય પરિવારના યુવાનોને પડતી સમસ્‍યાઓને ખૂબ જ મનોરંજક રીતે રજૂ કરવામાં આવી છે. હાલમાં જ આ ફિલ્‍મનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્‍યું છે. આ ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્‍મમાં બતાવવામાં આવ્‍યું છે કે મધ્‍યમ વર્ગના પરિવારમાં જન્‍મ લેવો એટલે હંમેશા ખર્ચ કરતા પહેલા બે વાર વિચારવું. હવે આવા પરિવારમાં જન્‍મેલો કાઙ્ઘલેજ છોકરો તેની પરિસ્‍થિતિમાંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે. આ બધાની વચ્‍ચે તેની પોતાની જીંદગીની સાથે સાથે તેનો પ્રેમ પણ છે. આ મૂવીમાં તમે જોશો કે સમાજના તે મધ્‍યમ વર્ગના પરિવારનો એક યુવાન છોકરો હોવું તેનો અર્થ શું છે અને તે તેમાંથી બહાર આવવાનું નક્કી કરે છે. ભૂલો કરવી અને પરિવારનો ટેકો અનુભવવો. આ ફિલ્‍મ દરેકે અચૂક માણવા જેવી ફુલ એન્‍ટરટેઇનમેન્‍ટ બની રહેશે. તો જોવાનું ચૂકશો નહિં ઙ્કમિડલ ક્‍લાસ લવઙ્ઘ.
 

બોલિવુડમાં હીરો તરીકે કારકિર્દી જમાવતો રાજકોટનો પ્રીત કામાણીઃ ફિલ્‍મ ‘મિડલ કલાસ લવ' ૧૬મી રિલીઝ
પ્રીત કામાણી નામના રાજકોટના પ્રતિભાશાળી અને યુવા કલાકારની સોલો હીરો તરીકેની હિન્‍દી ફિલ્‍મ ‘મિડલ ક્‍લાસ લવ' તા.૧૬મીએ શુક્રવારે રીલિઝ થઈ રહી છે. થોડા સમય પહેલા શાહિદ કપૂરની ‘જર્સી' ફિલ્‍મમાં જોવા મળેલ પ્રીત હરેન કમાણી નવી ફિલ્‍મમાં લીડ રોલ ભજવી રહ્યો છે. અગાઉ તેની એક ફિલ્‍મ ‘મસ્‍કા' ઓટીટી પર રીલિઝ થઈ હતી જયારે પ્રીત કામાણીની પ્રથમ ફિલ્‍મ રાજશ્રી પ્રોડક્‍શન હાઉસની હમ ચાર' હતી. પ્રીત કમાણીની નવી ફિલ્‍મ ‘મિડલ કલાસ લવ'ને રત્‍ના સિંહાએ ડિરેક્‍ટ કરી છે જયારે સંગીત હિમેશ રેશમિયાનું છે. સહ કલાકાર તરીકે કાવ્‍યા થાપર, ઇશા સિંઘ અને ઓમકાર કુલકર્ણી છે. પ્રીત કમાણીએ સ્‍કૂલ દરમિયાન દ્યણા એવોર્ડ અને મેડલ્‍સ જીતા છે. પોતાના અભ્‍યાસક્રમ સાથે અનેક કોમર્શિયલ એડ ફિલ્‍મો કરી છે. જેમ કે- બુમર, કેડબરી, પારલે-જી જેવી આશરે ૧૫૦થી વધારે એડ ફિલ્‍મો પ્રીતના ખાતામાં લખાઈ ચૂકી છે. ઉપરાંત સ્‍ટાર પ્‍લસ ઉપર દિલ હે હિન્‍દુસ્‍તાની શો માટે એકરિંગ કરીને પોતાની એક અલગ ઓળખ ઉભી કરી હતી. ત્‍યાર બાદ યુટયુબ ઉપર સૌ પ્રથમ એ.આર. રેહમાન સાથે યુટયુબ ઓરીજિનલ શો પણ હોસ્‍ટ કર્યા હતો. એક કોમર્શિયલ એડમાં પ્રીત એક કોલેજ સ્‍ટુડન્‍ટ તરીકે આવ્‍યો અને એ એડ એટલી બધી પ્રચલિત થઈ કે પ્રીતને પેપ્‍સી બોય તરીકે એક અલગ જ પહેચાન મળી હતી. તે હવે બોલિવૂડનો નવો લવર બોય ગણાય છે. ફિલ્‍મ હીરો બનવાની યાત્રામાં હિન્‍દુસ્‍તાનનું સૌથી અને જાણીતું નામ એટલે રાજશ્રી પિક્‍યર્સના પ્રખ્‍યાત ડાયરેક્‍ટર સૂરજ બરજાત્‍યાની નજર પ્રીત ઉપર પડી તરત જ એને પોતાના પ્રોડક્‍શનમાં બનેલ ફિલ્‍મ હમ ચારના મુખ્‍ય પાત્ર માટે પસંદ કરાયો હતો. શાહિદ કપૂર અભિનીત ફિલ્‍મ જર્સીમાં શાહિદના પુત્ર તરીકેનું પાત્ર ભજવી અભિનય ક્ષમતાનો પરિચય આપી દીધો છે. તેની શુક્રવારે રિલીઝ થનાર ફિલ્‍મ ઙ્કમિડલ ક્‍લાસ લવ'ના ગીત-સંગીત લોકપ્રિય થયાં છે. ફિલ્‍મના ટ્રેલરની લોકોએ ખુબ પ્રશંસા કરી છે.
 
માતા-પિતા તમારા માટે જીવનભર બધુ કરે છે ફિલ્‍મનો એજ છે ઉદ્દેશ

‘મિડલ ક્‍લાસ લવ' ફિલ્‍મના લેખિકા અને ડાયરેક્‍ટર રત્‍ના સિન્‍હાજીએ જણાવ્‍યું હતું કે, મેં દિલ્‍હીમાંથી અભ્‍યાસ કર્યો છે. એક ખૂબ જ હાઇ-ફાઇ સ્‍કૂલમાં. જયારે મારા માતા-પિતા યુપીના હોવાથી માત્ર હિન્‍દીમાં જ બોલતા હતા, અંગ્રેજી બોલી શકતા ન હતા. અમારી શાળામાં મોંદ્યા વાહનોવાળા પોશ બાળકો ભણવા આવતા હતા. જેમની માતાઓ કુર્તા સાથે જીન્‍સ પહેરતી હતી. આ લગભગ ૧૯૮૦-૮૫ ની વાત છે. મને બહુ શરમ આવતી હતી કે મારી માતા સાડી અને ચપ્‍પલ પહેરે છે અને અન્‍યની મમ્‍મીઓ આટલી આધુનિક છે. એ જમાનામાં એક કોમ્‍પ્‍લેક્‍સ હતું કે આપણે કદાચ બીજા જેટલા શાનદાર ન હોઈએ. હું આ બધામાંથી પસાર થઇ છું, પરંતુ પછી એક પરિસ્‍થિતિ આવે છે જયારે તમે સમજો છો કે માતા-પિતા જ તમારા માટે જીવનભર બધું કરે છે. એ વાત સાચી છે કે મધ્‍યમ વર્ગ દરેક વસ્‍તુમાં પૈસા બચાવે છે, પરંતુ તેઓ તેમના બાળકોના ભલા માટે કરે છે. હવે અમારા દ્યરમાં અમે બે બહેનો હોવાથી માતા-પિતાએ મારા અને મારી બહેનના લગ્ન માટે પૈસા બચાવ્‍યા હતા, પણ પછી મને ચીડ આવતી કે તેમાંથી કમસે કમ સમોસા કે આઈસ્‍ક્રીમ તો ખવડાવે. આ શું દરેક સમયે કંજૂસી? પછી એક મુદ્દો આવે છે, જયારે બાળકો વિચારે છે કે હું મારા માતાપિતા કરતા વધુ હોશિયાર છું, જેમ કે મારા પુત્રએ મને કહ્યું છે કે તે મારા કરતા વધુ સ્‍માર્ટ છે, તો આ જીવનનું ચક્ર છે. આ ફિલ્‍મનો હીરો (પ્રીત કમાણી) વાસ્‍તવમાં મારી સફર જીવી રહ્યો છે. તેણે કૂલ હોવું જોઈએ. મારી આ ફિલ્‍મ મધ્‍યમ વર્ગની ઉજવણી છે. તે તેના મૂલ્‍યોની ઉજવણી છે. તમારા માતા-પિતા તમારા માટે જીવનભર બધુ કરે છે ફિલ્‍મનો એજ ઉદ્દેશ છે.
 
લોકડાઉન જેવી મુશ્‍કેલીમાં ફિલ્‍મનું શૂટીંગ પૂર્ણ કરવા પૂનામાં મસુરીનો સેટ ઉભો કર્યો..
‘મિડલ કલાસ લવ' ફિલ્‍મ નું શૂટીંગ મસુરી, દહેરાદૂન, મુંબઈ અને પુનામાં થયું છે. લોકડાઉન પહેલા મસુરી અને દહેરાદૂનમાં ફિલ્‍મનું શૂટિંગ થયું હતું. એ પછી પરિસ્‍થિતિ ખુબ વણસી અને દેશભરમાં લોકડાઉન થયું. પ્રીત કમાણી કહે છે, આ માટે થઈ અમે પુનામાં એક એવું સેટ તૈયાર કર્યો કે જયાં મસુરી જેવું દેખાય. એ શુટિંગ ખુબ જ અઘરૂ થયું કારણ મસુરી જેવું દેખાડવું અને તે પણ શેટ માં તે ચેલેન્‍જીંગ બાબત હતી. મસુરીમાં અમે ખુબજ ઠંડીમાં શૂટીંગ કર્યું છે. ખાસ વાત તો એ છે કે, આ ફિલ્‍મમાં અમે સમય જોયા વિના કામ કર્યું છે. ભલે ત્રણ વર્ષનો સમય લાગ્‍યો પણ ફિલ્‍મ લોકોના હૃદયને સ્‍પર્શી જશે તે વાત નકકી છે.

 

(11:31 am IST)