Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

હે ભારત માતા...,(પ્રાર્થના કાવ્‍ય)

પૂર્વથી પヘમિ, ઉત્તરથી દક્ષિણ,
ચાર જયોર્તિમઠોં, બાર જયોર્તિલિંગો
તેમજ વૈવિધ્‍યપૂર્ણ વારસાથી સુશોભિત,
હે ભારત માતા,
તારો બાળક છું, તારા માટે કામ આવું,
હે મા, તુ અવતારો, સંતો-વીરો અને યુગ પુરૂષોની જનની થાઓ.
તારામાંથી આતંકવાદ, ભ્રષ્‍ટાચાર, ભૂખ, બેકારી
ગરીબી, નિર્ધનતા, નિરક્ષરતા, વ્‍યભિચાર, ભાષાવાદ,
પ્રાંતવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ નિર્મૂળ થાઓ.
પ્રાચીન વૈદિક મૂલ્‍યોની પુનઃસ્‍થાપના થાઓ.
રામરાજયની સ્‍થાપના થાઓ.
સર્વત્ર સુખ-શાંતિ, સમૃધ્‍ધિ, સંપ
સલામતિ અને પ્રેમનો સામ્રાજય સ્‍થાપિત થાઓ.
અતિવૃષ્‍ટિ અને અનાવૃષ્‍ટિથી તારૂ રક્ષણ થાઓ.
મનુષ્‍યકૃત કે પ્રાકૃતિક આપતિઓથી તારૂ રક્ષણ થાઓ.
વિશ્વ કલ્‍યાણ થાઓ, વિશ્વ શાંતિ રહો.
તુ વિશ્વજનની વિશ્વવંદનીય, વિશ્વ વિજયી થાઓ.
તારી એકતા, અખંડતા અને પ્રભુતા અક્ષુણ રહો એ જ અભ્‍યર્થના!
તથા સર્વધર્મ સમભાવ અને ધર્મ નિરપેક્ષ સમાજની રચનાનું
પૂ.ગાંધીજીનું સ્‍વપ્ન સાકાર થાઓ એજ પ્રાર્થના!

 

 

નાથાલાલ રામવાણી રામ
મારા અર્પણ-સમર્પણ પુસ્‍તકમાંથી
મો. ૯૪૦૯૫ ૨૮૯૪૮

(11:29 am IST)