Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

શહેરમાં રસ્‍તે રખડતા અને અડચણરૂપ ર૭૩ પશુઓ પકડાયા

મ.ન.પા.ની એ.એન.સી.ડી. શાખાની કાર્યવાહી

રાજકોટ તા.૧૪ : મહાનગરપાલિકાની એ.એન.સી.ડી.શાખા દ્વારા શહેરમાં છેલ્લા ૭ દિવસ રસ્‍તે રખડતા અને અડચણરૂપ ર૭૩ પશુઓ પકડવામાં આવતુ મ.ન.પા.ની સતાવાર યાદીમાં જણાવ્‍યું કે તા.૮ થી ૧૩ સપ્‍ટે. દરમ્‍યાન શહેરના વિસ્‍તારો રામનાથપરા, જાગનાથ પ્‍લોટ, તથા આજુબાજુમાં ૮ પશુઓ, રામેશ્વર પાર્ક, ગોપાલ ચોક તથા આજુબાજુમાંથી ૭ પશુઓ વિવેકાનંદનગર, નંદા હોલ, રાધા કૃષ્‍ણનગર, સહકાર રોડ વિગેરે વિસ્‍તારોમાંથી ર૪ પશુઓ પકડવામાં આવ્‍યા હતા. તિરૂપતિ સોસાયટી, સ્‍વાતિ પાર્ક, કોઠારીયા સોલવન્‍ટ, ગણેશનગર, રસુલપરા તથા આજુબાજુમાંથી રર પશુઓ, માંડા ડુંગર, રામનગર, ગ્રીન લેન્‍ડ ચોકડી, જડેશ્વર, શ્‍યામ પાર્ક તથા આજુબાજમાંથી ર૦ પશુઓ, જીવરાજ પાર્ક, કણકોટ પાટીયા, મવડી તથા આજુબાજુમાંથી ૪૬ પશુઓ, ચુનારાવાડ, થોરાડા, ગુજરાત હાઉસીંગ સોસાયટી તથા આજુબાજુમાંથી ૮ પશુઓ, રૈયા ગામ, તથા આજુબાજુમાંથી ૧૪ પશુઓ વેલનાથ, રંભામાની વાડી તથા આજુબાજુમાંથી ૩૭ પશુઓ તથા અન્‍ય વિસ્‍તારોમાંથી મળી કુલ ર૭૩ પશુઓ પકડવામાં આવેલ છે.

 

(3:34 pm IST)