Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મનપા દ્વારા સ્‍પોર્ટસ કાર્નિવલની તડામાર તૈયારીઓ : પદાધિકારોની સ્‍થળ મૂલાકાત

આગામી તા.૨૭ સપ્‍ટેમ્‍બરથી ૧૦ ઓક્‍ટોમ્‍બર ૨૦૨૨ દરમ્‍યાન રાજ્‍યમાં યોજાનાર ૩૬ મી નેશનલ ગેમ્‍સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્‍વિમિંગ સ્‍પર્ધા રાજકોટમાં યોજાનાર છે. નેશનલ ગેમ્‍સ પૂર્વે શહેરીજનોમાં સ્‍પોર્ટ્‍સ પ્રત્‍યે જાગળતતા આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫ થી ૧૮ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન સ્‍પોર્ટ્‍સ કાર્નિવલ યોજાનાર છે. જેના અનુસંધાને આજે મેયર ડૉ. પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડે.કમિશનર આશિષકુમાર, એ.આર.સિંહ, સી.કે.નંદાણી, નાયબ પોલિસ અધિક્ષક આર.બી.ઝાલા, આસી. કમિશનર ધડુક, જસ્‍મીન રાઠોડ, વાસંતીબેન પ્રજાપતિ, સિટી એન્‍જીનીયર કોટક, એડી.સિટી એન્‍જીનીયર જીવાણી, પર્યાવરણ અધિકારી નિલેશ પરમાર, ચીફ ફાયર ઓફિસર ખેર, આસી.મેનેજર દિપેન ડોડીયા, કાથરોટીયા, અમિત ચોલેરા, નાયબ પર્યાવરણ અધિકારી જીંજાળા, પી.એ.ટુ મેયર હિંડોચા, જય ગજ્જર, સબંધક એજન્‍સીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:32 pm IST)