Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

નેશનલ ગેમ્‍સનો માહોલ જમાવવા કાલથી સ્‍પોર્ટસ કાર્નિવલ

રેસકોર્ષમાં તા. ૧૮ સુધી હોકી, ક્રીકેટ ફન ગેમ્‍સ, લોકગીત, ગરબા, તલવાર બાજી સહિતની ઇવેન્‍ટ યોજાશે : માહિતી આપતા પ્રદિપ ડવ, પુષ્‍કર પટેલ, પરેશ પીપળીયા, અમિત અરોરા

રાજકોટ, તા. ૧૪:   તા. ૨૭-સપ્‍ટેમ્‍બર થી તા. ૧૦ ઓક્‍ટોબર દરમ્‍યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્‍સ ગુજરાત-૨૦૨૨ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્‍પોર્ટસ અને ફિટનેસ પ્રત્‍યે જાગળતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્‍સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન સ્‍પોર્ટસ કાર્નિવલનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. નેશનલ ગેઇમ્‍સ, ગુજરાત -૨૦૨૨ની વિવિધ સ્‍પોર્ટસ સ્‍પર્ધાઓ ગુજરાતના જુદાજુદા શહેરોમાં યોજાનાર છે, જેમાં બે સ્‍પોર્ટસ હોકી અને સ્‍વિમિંગની સ્‍પર્ધાઓનું યજમાન રાજકોટ બનશે. નેશનલ ગેઈમ્‍સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્‍યો છે એ હકિકત રાજકોટ માટે ખુબ જ ગૌરવપૂર્ણ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા. ૧૫ થી ૧૮ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન શહેરમાં યોજાનાર ઙ્કસ્‍પોર્ટ્‍સ કાર્નિવલ માં શહેરીજનો માટે અલગ અલગ સ્‍પોર્ટ્‍સ યોજવામાં આવશે જેમાં મોટી સંખ્‍યામાં શહેરીજનો જોડાય તેવી મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ અપીલ કરી હતી.
 વધુમાં જણાવ્‍યું હતું કે, આવતીકાલ તા. ૧૫ થી ૧૮ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન શહેરમાં વિવિધ સ્‍પોર્ટ્‍સનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તા. ૧પનાં ગુરૂવાર સવારે ૬-૩૦ કલાકે આર્ટ ગેલેરી રેસકોર્ષમાં સાયકલોથોન, સાંજે પ-૧પ કલાકે મેજર દયાનંદ હોકી ગ્રાઉન્‍ડમાં મેન્‍સ હોકી મેચ ૩૬ મી નેશનલ ગેમ્‍સની ગુજરાત ટીમ બે ટીમો વચ્‍ચે, સાંજે ૬ થી ૭ કલાકે આર્ટ ગેલેરીમાં મેઇન સ્‍ટેજ ડેમોન્‍સ્‍ટ્રેશન ૬ થી ૬-ર૦ જીમ્નાસ્‍ટીક (ફલોર એકટીવીટી, હુલાહુપ, પીરામીડ, ફોરવર્ડ રોલ, કાર્ટવીલ, ફ્રાન્‍ટ બેક, રીધર્મીક રીંગ, રીબન્‍ટ બોલ) - ૬.ર૧ થી ૭ એરોબીકસ (ઝુમ્‍બા, બોકરવા, કાર્ડિયો, પ્‍લેકસસ, ફીટનેસ ગેમ, બોકસીંગ પાઇલેટસ, બોલ વર્ક આઉટ)
તા. ૧પ ગુરૂવાર સાંજે ૭ થી ૮ આર્ટ ગેલેરી રેસકોર્ષ મેઇન સ્‍ટેશન કલ્‍ચર ઇવેન્‍ટ : બેન્‍ડ પર્ફોમન્‍સ-કલાસિક બેન્‍ડ ગરબોઅસરોજીની નાયડુ સ્‍કુલ લોકસંગીત તથા લોક સાહિત્‍ય-રાજુભાઇ ગઢવી.
તા.૧પ સાંજે ૬ થી ૭ આર્ટ ગેલેરી નજીક રેસકોર્ષ ફન ગેમ્‍સ : લીંબુ ચમચી, કોથડા, દોડ, ટગ ઓફ વોર, આર્મ રેસલીંગ.
તા. ૧પ સાંજે ૬ થી ૭ આર્ટ ગેલેરી નજીક, ચબુતરા ગ્રાઉન્‍ડ, રેસકોર્ષ સ્‍પોર્ટસ એરિના : ફુટબોલ ગોલ ચેલેન્‍જ, બાસ્‍કેટ બોલ ગોલ ચેલેન્‍જ, હોકી ગોલ ચેલેન્‍જ, ક્રિકેટ ઇવેન્‍ટસ.
તા. ૧૬ નાં સવારે ૬-૩૦ કલાકે સીન્‍થેટીક એથ્‍લેટીક ટ્રેક, રેસકોર્ષ ફાસ્‍ટ વોકીંગ.
તા. ૧૬ સાંજે પ-૧પ કલાકે બાસ્‍કેટ બોલ કોર્ટ, રેસકોર્ષ - અંડર ૧૭ બોયસ બાસ્‍કેટ, બોલ મેચ DLSS Vs DLSS
તા. ૧૬ સાંજે પ થી ૭ આર્ટ ગેલેરી, રેસકોર્ષ મેઇન સ્‍ટેજ ડેમોન્‍સ્‍ટ્રેશન : પ થી પ-૩૦ - કરાટે/ કુબુડો (વેપન વીથ જુડો), પ-૩૦ થી ૬ - તલવાર બાજી, ૬ થી ૬-૩૦ - હુલાહુપ, ૬-૩૦ થી ૭ ઝુમ્‍બા તથા લેઝિંગ સ્‍ટેપ્‍સ.
તા. ૧૬ સાંજે ૭ થી ૮ આર્ટ ગેલેરી, રેસકોર્ષ - મઇન સ્‍ટેશ કલ્‍ચર ઇવેન્‍ટ : સ્‍કેટીંગ ડાન્‍સ, સ્‍પોર્ટ પીરામીડ, દેશભકિત નાટક નચિકેતા સ્‍કુલ, ગરબો-તાલ ગ્રૃપ, ગરબા - ઇનોવટીવ ઇન્‍ટરનેશનલ ડાન્‍સ, દેશભકિત, ડાન્‍સ, તલાવર રાસ-પાઠક પબ્‍લીક સ્‍કુલ.
તા. ૧૬ સાંજે પ થી૭ આર્ટ ગેલેરી નજીક રેસકોર્ષ ફન ગેમ્‍સઃ લીંબુ ચમચી, કોથડા, દોડ, ટગ ઓફ વોર, આર્મ રેસલીંગ.
તા. ૧૬ સાંજે પ થી ૭ આાર્ટ ગેલેરી નજીક ફન ગેમ્‍સ : લીંબુ ચમચી, કોથડા, દોડ, ટગ ઓફ વોર, આર્મ રેસલીંગ.
તા. ૧૬ સાંજે પ થી ૭ આર્ટ ગેલેરી નજીક, ચબુતરા ગ્રાઉન્‍ડ, રેસકોર્ષ- સ્‍પોર્ટસ એરીના : ફુલબોલ ગોલ ચેલેન્‍જ, બાસ્‍કેટ બોલ ગોલ ચેલેન્‍જ, હોકી ગોલ ચેલેન્‍જ, ક્રિકેટ ઇવેન્‍ટસ.
તા. ૧૭ને શવિવારે સવારે ૭ કલાકે આર્ટ ગેલેરી, રેસકોર્ષ - ફન રન, તા. ૧૭  સાંજે પ-૧પ કલાકે, ફૂટબોલ ગ્રાઉન્‍ડ, ગ્રાસ ફુટબોલ ગ્રાઉન્‍ડ, મેન્‍સ ફૂટબોલ મેચ મારવાડી કોલેજ Vs રાજકોટ ડીસ્‍ટ્રીકટ ફુટબોલ એસોશિયેશન.
તા. ૧૭ આર્ટગેલેરી, મેઇન સ્‍ટેજ ડેમોન્‍સ્‍ટ્રેશન.
શનિવાર સાંજે પ થી ૭ રેસકોર્ષ - પ થી પ-૩૦ - ટેકવોન્‍ડો (સેલ્‍ફ ડિફેન્‍સ ફોર ગર્લ્‍સ, મીકસ માર્શલ આર્ટસ, કિકસ, જુડો, બ્રેકીંગ ફલેમિંગ), પ-૩૦ થી ૬ - ઝુમ્‍બા તથા બોકવો, ૬ થી ૬-૩૦ - બાસ્‍કેટ ડાન્‍સ, ૬-૩૦ થી ૭- ફીટનેસ ગરબા (ગરબા વીથ વોર્મ અપ એન્‍ડ સ્‍ટ્રેચીંગ).
તા. ૧૭ સાંજે ૭ થી ૮ આર્ટ ગેલેરી, મેઇન સ્‍ટેજ કલ્‍ચરલ ઇવેન્‍ટ : ગરબા- સ્‍વામીનારાયણ ગુરૂકુલ હસાયરો- શ્રી ધીરૂભાઇ સરવૈયા, ગરબા-તાલ.
તા. ૧૭ સાંજે પ થી ૭ આર્ટ ગેલેરી નજીક - ફન ગેમ્‍સઃ લીંબુ ચમી, કોથડા દોડ, ટગ ઓફ વોર, આર્મ રેસલીંગ.
તા. ૧૭ સાંથે પ થી ૭ આર્ટ ગેલેરી નજીક ચબુતરા ગ્રાઉન્‍ડ- સ્‍પોર્ટસ એરિના : ફુટબોલ ગોલ ચેલેન્‍જ, બાસ્‍કેટ ગોલ ચેલેન્‍જ હોકી ગોલ ચેલેન્‍જ, ક્રિકેટ ઇવેન્‍ટસ.
તા. ૧૮ રવિવાર સવારે ૬-૩૦ કલાકે મેયર બંગ્‍લો સામે, રેસકોર્ષ રીંગ રોડ- ઝુમ્‍બા.
તા. ૧૮ સાંજે ૬ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ- ક્રિકેટ મેચ કમિશનર ઇલેવન Vs મેયર ઇલેવન.
તા. ૧૮ સાંજે પ થી ૭ આર્ટ ગેલેરી, મેઇન સ્‍ટેજ ડેમોન્‍સ્‍ટ્રેશનઃ પી થી પ-૩૦ - જીમ્‍નાસ્‍ટીક (ફલોર એકટીવીટી, હુલાહુપ, પીરામીડ, ફોરવર્ડ રોલ, કાર્ટ વીલ, ફ્રન્‍ટ, બેક, રીધમીક રીંગ, રીબન્‍ટ બોલ), પ-૩૦ થી ૬ - સ્‍કેટીંગ, ૬ થી ૬-૩૦ -કરાટે/કુબુડો (વેપન્‍સ વીથ જુડો), ૬-૩૦ થી ૭ - પાવર ગરબા (યુનિ.+ દાંડિયા વર્ક આઉટ).
તા. ૧૮ સાંજે ૭ થી ૮ આર્ટ ગેલેરી - મેઇન સ્‍ટેજ કલ્‍ચરલ ઇવેન્‍ટ : કરાઓકે પર ગીત પર્ફોમન્‍સ - ડોકટર્સ ગ્રૃપ ગરબા-તાલ ગ્રૃપ.
તા. ૧૮  સાંજે પ થી ૭ આર્ટ ગેલેરી નજીક રેસકોર્ષ - ફન ગેમ્‍સ : લીંબુ ચમચી, કોથડા , દોડ, ટગ ઓફ વોર, આર્મ રેસલીંગ.
તા. ૧૮ સાંજે પ થી ૭ આર્ટ ગેલેરી નજીક ચબુતરા ગ્રાઉન્‍ડ, સ્‍પોર્ટસ એરીના : ફુટબોલ ગોલ ચેલેન્‍જ, બાસ્‍કેટ બોલ ગોલ ચેલેન્‍જ, હોકી, ગોલ ચેલેન્‍જ, ક્રિકેટ ઇન્‍વેન્‍ટસ.
 આગામી તા. ૧પ થી ૧૮ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન યોજવામાં આવેલ સ્‍પોર્ટસ કાર્નિવલમાં વધુને વધુ સંખ્‍યામાં શહેરીજનો જોડાય અને સ્‍પોર્ટસમાં ભાગ લ્‍યે તેમ મેયર સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન મ્‍યુનિ. કમિશ્નર અને સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેને જણાવ્‍યુ હતું.

 

(3:31 pm IST)