Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

મહાપાલીકાની જમીનમાં દબાણ કરી મકાન બનાવી લેવાના ગુનામાં આરોપીનો છુટકારો

રાજકોટ તા. ૧પ : અત્રે રાજકોટ મહાનગરપાલિકાની ખુલ્લી જમીનમા દબાણ કરી મકાન ચણતર કરનાર આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા અદાલતના હુકમ કરેલ છે.

સદર કામની વિગત જોતા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ સ્કીમ હેઠળની ટી.પી. રોડ ઉપરની જંગલેશ્વર વિસ્તારની ખુલ્લી જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી વંડોવાળી આરોપીએ મકાનનુ બાંધકામ કરી લીધેલ જે હકીકતની જાણ થતા મહાનગરપાલિકાના એન્જીનીયરે પોલીસો સાથે ઘસી જ મકાન તોડવા કરવા સમયે આરોપીએ મહાનગરપાલિકાના કર્મચારીઓની ફરજમાં અડચણો ઉભી કરેલી. સ્થળેથી પોલસે જમાદારે આરોપીની અટક કરી એન્જીનીયરે ભકિતનગર પોલીસ થાણામાં ફરીયાદ આપેલી ૧૯૯૭ પડતર મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલુ કરી ડીસ્ટ્રીકટ જજશ્રીની તાકીદથી વીશ વર્ષ જુના કેસનો નિકાલ થયેલ. હતો.

સદર પોલીસકેસમાં આરોપીના વકીલ પ્રફુલ્લચંદ્ર મણીયારે મ્યુનીસીપલ કમીશ્નરશ્રીની મંજુરી વગર એન્જીનીયર ફરીયાદ કરી હોય કાયદેસર નથી તેમ મહાનગરપાલિકાના કોઇ કર્મચારીને ગાળો કાઢી નથી કે ધમકી આપી ન હોઇ સરકારી ફરજ બજવણીમાં અટકાયત કરી હોવાનું સાબિત થતુ નથી તેમ કોર્પો.ની જમીનમાં દબાણ કોઇ જાનુ હસન નામના ઇસમે કરેલ છે. દલીલમાં ગુજરાત હાઇકોર્ટના ચુકદાઓ રજુ કરેલા જે ધ્યાને લઇ ન્યાયાધીશશ્રી (ચૌહાણ) એ આરોપી પ્રફુલ ચકુ ચાંડીપા જંગલેશ્વર વાળાને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવતા અત્રે જંગલેશ્વરમાં ચકચાર જાગી છે.

આરોપીના બચાવપક્ષે પ્રફુલ્લચંદ્ર એચ.મણીયાર રોકાયા હતા. (૬.૧૯)

(3:47 pm IST)