Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સિધ્ધિ વિનાયક ધામમાં મહાઆરતીનો લાભ લઇ ધન્ય બનતા વિવિધ સમાજના આગેવાનો

આજે સાંજે બહેનો માટે વન મીનીટ સ્પર્ધાઃ કાલે કવિ સંમેલન

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન ર૩ સપ્ટેમ્બર સુધી રેસકોર્સ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન  સિધ્ધિ વિનાયકધામ ખાતે કરવામાં આવેલ છે. વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું એક પારિવારીક માહોલમાં ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવે છે તેમજ આ ગણપતિ મંગલ મહોત્સવમાં કોઇપણ પ્રકારની ભેટ-સોગાદ કે અન્ય કોઇપણ પ્રકારની વસ્તુ લેવામાં આવતી નથી. સામાજીક સમરસતા જળવાય તે માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. ખાસ કરી બાળકો અને મહીલાઓ માટે સ્પર્ધાઓ યોજી ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવે છે. રોજેરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિ, સમાજોના શ્રેષ્ઠીઓ, મંડળો, એસોસીએશનો, અધિકારીઓ તથા શહેરની ધર્મપ્રેમી જનતાને જોડી ગણપતિ ઉત્સવની શોભા વધારવામાં આવે છે. તેમજ વિવિધ સંપ્રદાયોના સાધુ- સંતો આ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આશિર્વચનો પાઠવે છે. તે અંતર્ગત બીજા દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ બાપાના દર્શનનો લાભ લેવા ભકિતભાવપુર્ણતાથી હાજર રહેલ. રઘુવંશી સમાજમાંથી નવીનભાઇ ઠક્કર, કાંતીભાઇ કતીરા, મીતલભાઇ ખેતાણી, મનુભાઇ જોબનપુત્રા, કિરીટભાઇ કેસરીયા, કાશ્મીરાબેન નથવાણી, શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઇ ચંદારાણા, રામભાઇ બચ્છા, અશોકભાઇ હીન્ડોચા, યોગેશભાઇ જશાણી, જેષ્ઠારામ ચતવાણી, મનુભાઇ કકકડ, મેહુલભાઇ નથવાણી, કૌશીકભાઇ અઢીયા, કનુભાઇ હીંડોચા, કેયુરભાઇ અનડકટ, પંકજભાઇ મજીઠીયા, યોગેશભાઇ પુજારા, પ્રવિણભાઇ કાનાબાર, નરેન્દ્રભાઇ પોપટ, શીલ્પાબેન પુજારા, રચનાબેન સોનપાલ, જશુમતીબેન વસાણી, સુરેશભાઇ કાથરાણી, અશોકભાઇ કુંડલીયા, કેતનભાઇ મીરાણી, ધર્મેન્દ્ર મીરાણી, તૃપ્તીબેન રાજવીર, રમણભાઇ કોટક, શૈલેષભાઇ પાબારી, વલ્લભભાઇ કનેરીયા, ઇન્દીરાભાઇ શીંગાળા, કેયુરભાઇ રસીકભાઇ અનડકટ, હરીશભાઇ રૂપારેલીયા, મુકેશભાઇ સચદે, નિર્મળાબેન વડેરા, કાળુમામા વડેરા, કેતનભાઇ પાવાગઢી, જગદીશભાઇ કોટક, મયુરભાઇ ઉનડકટ, ધર્મેન્દ્રભાઇ ચંદારાણા, ભરતભાઇ રૈલીયા, મીનાબેન પારેખ, કીર્તીબેન દાવડા, કલ્પેશભાઇ બગડાઇ, વિમલભાઇ વડેરા, પરાગભાઇ કોટક, ઉમેશભાઇ, મહેશભાઇ કક્કડ, રાજેશભાઇ સોનછત્રા, સાધુ સમાજમાંથી ઓમશ્રી નલકંક સેવા સમિતિના ડો. ભરતભાઇ દેશાણી, દિનેશભાઇ સરપદડીયા, પુરણદાસ સરપદડીયા, ડો. લલીતભાઇ કાપડી, હરેશભાઇ ગોંડલીયા, જગદીશભાઇ સરપદડીયા, રાજુભાઇ ગોંડલીયા, દિલીપભાઇ દાણીધારીયા, પરષોતમભાઇ સરપદડીયા, મિતેશભાઇ દાણીધારીયા, કનુભાઇ ગોંડલીયા, પ્રવિણભાઇ ગોંડલીયા, ગુજરાત વૈશ્ણવ સાધુસમાજના પુરણદાસબાપુ સરપદડીયા, દિનેશભાઇ સરપદડીયા, ભોગીભાઇ ગોંડલીયા, રાજુભાઇ દેશાણી, હિતેશભાઇ દેશાણી, વિનુભાઇ હરીયાણી, જીતુભાઇ સરપદડીયા, વલ્લભભાઇ દાણીધારીયા, હિતેશ ગોંડલીયા, અમુભાઇ કાપડી, રાજેશભાઇ દુધરેજીયા, ગોરધનભાઇ ગોંડલીયા, સપ્રવિણભાઇ દુધરેજીયા, રમેશભાઇ ગોંડલીયા, મુકેશભાઇ દેશાણી, હરેશભાઇ દેશાણી, ગોસ્વામી સાધુ સમાજમાંથી અનીતાબેન ગોસ્વામી, સોમગીરી ગોસ્વામી, સુરેશગીરી ગોસ્વામી, જીજ્ઞેશગીરી ગોસ્વામી, સંજયગીરી ગોસ્વામી, પરેશગીરી ગોસ્વામી, રાજેશપુરી ગોસ્વામી, યશ ગોસ્વામી, ગૌતમ ગોસ્વામી, પ્રફુલ ગોસ્વામી, ડો. યશવંતગીરી ગોસ્વામી, જયોતિષગીરી, દીપકગીરી ગોસ્વામી, જનકપુરી ગોસ્વામી, ડો. પ્રવિણ નિમાવત, રાજેશપુરી ગોસ્વામી, દિનેશગીરી ગોસ્વામી, મગનગીરી ગોસ્વામી, દરજી સમાજમાંથી દિપકભાઇ પીઠડીયા, અરવિંદભાઇ પરમાર, ભુપતભાઇ ગોહેલ, નવીનભાઇ પીઠીયા, હર્ષદભાઇ ગોહેલ, હરીષભાઇ જંગબારી, દિવેશભાઇ મકવાણા, લલીતભાઇ પીઠડીયા, લાલજીભાઇ રતીભાઇ ભરખડા, યોગેશભાઇ પીઠડીયા, કિશોરભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા, ઉમેશભાઇ ધામેચા, રમેશભાઇ હીંગુ, મધુભાઇ પરમાર, વીનુભાઇ પીઠડીયા, નીરૂભાઇ સોલંકી, મધુભાઇ પરમાર, જયસુખભાઇ પરમાર, ભરતભાઇ દુદકીયા, મહેશભાઇ ચૌહાણ, બી.ટી. રાઠોડ, જીતુભાઇ પરમાર, રમેશભાઇ પરમાર, મનસુખભાઇ ગોહેલ, સતીષભાઇ ગોહેલ, જેઠવાસાહેબ, હીતેશભાઇ જેઠવા, રૂપેશભાઇ દુદકીયા, કલ્પેશભાઇ ગોહેલ  કો.ઓપ.બેંકમાંથી હરીભાઇ મહેતા, લલીતભાઇ જોષી, રમેશભાઇ લોટીયા, અશ્વીનભાઇ કોટક, પિયુષભાઇ મહેતા, ઘનશ્યામભાઇ ધોળકીયા, કમલભાઇ ધામી, સત્યપ્રકાશભાઇ ખોખરા, હરીભાઇ ડોડીયા, નરેન્દ્રસિંહ જાડેજા, ભગવાનજીભાઇ પરસાણા, નલીનભાઇ વસા, ટપુભાઇ લીંબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, ઘનશ્યામભાઇ ઢોલરીયા, ગીરીશભાઇ દેવળીયા, દિપકભાઇ મકવાણા, વિનોદભાઇ શર્મા, સાગરભાઇ શાહ, વોર્ડ નં.૨ ભાજપના નરેન્દ્રસિંહ ઠાકુર, રાજેન્દ્રસિંહ ગોહીલ, મનીષ રાડીયા, જયમીન ઠાકર, ડો.દર્શીતાબેન શાહ, મોહનભાઇ વાડોલીયા, કમલેશ ભટ્ટ, દીપાબેન કાચા, દેવયાનીબેન, જયસુખ પરમાર, દશરથભાઇ વાળા, ભરતભાઇ, પંકજભાઇ જોષી, કમલેશ રાઠોડ, ખીમાભાઇ વઢીયારા, જેષ્ઠારામ ચતવાણી, કૌશીક અઢીયા, ઘનશ્યામસિંહ રાઠોડ, સીમાબેન અગ્રવાલ, હીનાબેન રાજપરા, હર્ષીદાબા કનોજીયા, ભાવનાબેન ચતવાણી, ઉમેશભાઇ રાજપરા, સંજય મિયાત્રા, કૃણાલ દવે, નૈમિશ કનૈયા, જગદીશભાઇ ઠકકર, રાજનભાઇ સ્ધિવ, માધવીબેન ઉપાધ્યાય, ભાવેશ ટોયટા, ધારાબેન વૈશ્ણવ, વિજયભાઇ ચાવડીયા, કાળુમામા, ગુલાબસિંહ જાડેજા, રાજુભાઇ પારેખ, છેલભાઇ રાવલ, ગીરીશભાઇ રાઠોડ, નિર્મલાબેન વડેરીયા, રાજેન્દ્રસિંહ રાણા, ડો.પ્રીતેશ પોપટ, જયરાજસિંહ જાડેજા, દિપક ભટ્ટ, રાહુલ રાતડીયા, નીતેષ સિધ્ધપુરા, પારસ સોલંકી, નારણભાઇ વકાતર, ચંદ્રસિંહ જાડેજા, વોર્ડ નં.૩માંથી જનકભાઇ કોટક, દિનેશભાઇ કારીયા, હેમુભાઇ પરમાર, રાજુભાઇ દરીયાનાણી, સુનીલ ટેકવાણી, જગદીશ ભોજાણી, જયંતીભાઇ પરમાર, ખીમજીભાઇ જેઠવા, મનોહરસિંહ ગોહીલ, હિતેશભાઇ રાવલ, કરશનભાઇ વાઘેલા, જયશ્રીબેન પરમાર, મુકેશભાઇ પરમાર, અજયભાઇ વાઘેલા, મનોજભાઇ ટીમાણીયા, મનોજ લાલ, હરીશ જોષી, ભાવીનભાઇ શુકલ, ભુપેન્દ્રભાઇ શાહ, અમૃતીસાહેબ, હિતેશભાઇ તેરૈયા, નિલેશ બંુદેલા, સુરેશભાઇ સવાસેરીયા, પ્રકાશભાઇ રાવલ, નિતીનભાઇ વાઘેલા, દક્ષાબેન વાઘેલા, વિજયભાઇ કોશીયા, હસુભાઇ પ્રજાપતી, વિજયભાઇ પોપટ, રાહુલ કંસારા, આયુષ  કંસારા, રમેશભાઇ ખીરા, અરૂણાબેન આડેસરા, બાવનભાઇ ચુડાસમા, એ ગણપતિ મહારાજની મહાઆરતીનો લાભ લઇ ધન્યતા પ્રાપ્ત કરી હતી. દરમિયાન આજે ગણપતિ મંગલ મહોત્સવમાં ત્રીજા દિવસે લેઉવા પટેલ સમાજ, માળી સમાજ, કચ્છીભાનુશાળી સમાજ, સગર સમાજ, વેપારી એશોશીએશનના અગ્રણીઓ મહાઆરતીનો લાભ લેશે. તેમજ આજે સાંજે ૪-૩૦ કલાકે બહેનો માટે 'વન મીનીટ' સ્પર્ધા (ઓપન રાજકોટ) સ્પર્ધા યોજવામાં આવશે અને રાત્રે ૯ કલાકે સ્કુલના વિદ્યાર્થીઓ તથા બાટવા (જુનાગઢ)નું પ્રસિધ્ધ કારડીયા રાજપુત રાસ મંડળ દ્વારા સાંસ્કૃતીક કાર્યક્રમ દ્વારા કલા-કૌશલનું પ્રદર્શન કરવામાં આવશે. તેમજ આવતીકાલે તા.૧૬ના રવીવારે શહેરના નાગર સમાજ, ધોબી સમાજ, લોધા સમાજ, ભીલ સમાજ, મોઢ વણીક સમાજ, માજી સૈનિકો, કોંગ્રેસ, શીવસેનાના અગ્રણીઓ ગણપતિ મહારાજની મહાઆરતીનો લાભ લઇ ધન્યતા પ્રાપ્ત કરશે. તેમજ પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન સદૈવ અટલજીની પ્રથમ માસિક પૂણ્યતિથિએ 'મે ગીત નયા ગાતા હું' શીર્ષક હેઠળ કવિ સંમેલન યોજવામાં આવશે. જેમાં દેશના સુવિખ્યાત કવિશ્રીઓ અજાતશત્રુ (ઉદપુર), શશીકાંત યાદવ (દિવાસ), સુમિત મિશ્રા (ભોપાલ), સુશ્રી એકતા આર્ય (અલીગઢ), મુકેશ મોલવા (ઇન્દોર) પોતાની અદભુત કાવ્યરચના દ્વારા શ્રોતાઓને રસતરબોળ કરશે. શહેરીજોને સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ દાદાના દર્શનનો લાભ લેવા શહેર ભાજપ પ્રમુખ ગણપતિ મંગલ મહોત્સવના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર નિમંત્રણ પાઠવેલ છે.(૯.૨૩)

(3:45 pm IST)