Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

રઘુવંશી પરીવારજનોના રાસોત્સવ : માતાજીના ગરબા, લોકગીતો, સ્તુતિઓની રમઝટ જામશે

તૈયારીઓનો ધમધમાટ : રઘુવંશીઓએ ફોર્મ ભરી દેવા

રાજકોટ, તા. ૧૫ : નવરાત્રીનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે, તેમ તેમ રઘુવંશી ખેલૈયાઓમાં નવરાત્રીમાં રમવાનો ઉત્સાહ વધતો જાય છે. નવરાત્રીના આગમનની કાગડોળે રાહ જોવાય છે. ''રાસોત્સવ-૨૦૧૮''નું આયોજન થતાં રઘુવંશી યુવાધન રમવા માટે થનગની રહ્યું છે. ખેલૈયાનો અભૂતપૂર્વ ધસારો જોતા આયોજકોના ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે.

અદ્યતન સાઉન્ડ સિસ્ટમની સાથે વિશાળ સ્ટેજ ઉપર ગુજરાતના નામાંકિત સાજીંદાઓ તથા ગાયકવૃંદો ફિલ્મી ગીતોને બદલે માત્રને માત્ર માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન - અર્વાચીન સ્તુતિઓ, દુહા - છંદના સંગાથે ખેલૈયાઓને રમાડવા અને ચાર ચાંદ લગાવી દેવા માટે અત્યંત ઉત્સુક છે.

બાળ ખેલૈયાઓ, પ્રિન્સ - પ્રિન્સેસ તેમજ સીનીયર સીટીઝન તથા રોજ - બરોજના વેલડ્રેસ, વેલ સ્ટેપ, વેલ એકશન, વેલ ગ્રુપ આમ અનેક રીતે રાસ રમતા ખેલૈયાઓને પ્રોત્સાહીત કરવા આયોજકો ગોઠવણ કરી રહ્યા છે. નાનાથી મોટા તમામ રઘુવંશી ખેલૈયાઓ આનંદ માણી શકે છે, તે તમામ બાબતોની તકેદારી રૂપે આયોજન ગોઠવાઈ રહ્યુ છે.

માત્ર રઘુવંશીઓના માટે આયોજીત ''અકિલા રઘુવંશી પરીવાર રાસોત્સવ - ૨૦૧૮''ના પાસની ફી રૂ.૫૦૦ રાખેલ છે. ફોર્મ તેમજ વધુ વિગતો માટે (૧) શોપીંગ પોઈન્ટ (રેમન્ડ શો રૂમ) - લાખાજી રાજ રોડ, ભારત બેકરી પાસે (૨) જલારામ સાડી - જલારામ ચોક (૩) જલીયાણ હોલ - મવડી પ્લોટ (૪) બાલાજી કોલ્ડ્રીંકસ - કોઠારીયા રોડ, હુડકો બસ સ્ટોપ પાસે, (૫) મનુભાઈ જોબનપુત્રા - દેવપરા શાક માર્કેટ અંદર, (૬)  પુનિત ટ્રેડલીક - ભકિતનગર સ્ટેશન રોડ, (૭) મનોજભાઈ ચતવાણી - સી/ઓ. ગણેશ ટ્રાવેલ્સ, ખોડીયાર કોમ્પલેક્ષ, બાલક હનુમાન ચોક, પેડક રોડ, (૮) અંકુર સેલ્સ, વ્યાયામ શાળાની સામે, લોહાણાપરા, (૯) શ્રી રામ મોબાઈલ - બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ, (૧૦) જલારામ ફરસાણ - એસ. કે. ચોક, ગાંધીગ્રામ (૧૧) યુગ મેડીકલ સ્ટોર - નિર્મલા રોડ, હનુમાન મઢી પાસે, (૧૨) ડ્રેસવાલા, યાજ્ઞિક રોડ, (૧૩) રાજદીપ કોલ્ડ્રીંકસ - રેસકોર્ષ રોડ, એ.જી. ઓફીસ પાસે, (૧૪) સદ્દગુરૂ સીઝન સ્ટોર, કીરીટભાઈ પાંધી, કરણપરા ચોક (૧૫) શ્રી રામ મોબાઈલ - લોધાવાડ ચોક, પરિશ્રમ પ્લાઝા સામે, મંગળા રોડ (૧૬) ભાવેશ એજન્સી, યુનિવર્સિટી રોડ, સોની વાડી, (૧૭) પાર્થ મોબાઈલ - આનંદ બંગલા ચોક (૧૮) જાગનાથ કોલ્ડ્રીંકસ - જાગનાથ ચોક સામે, યાજ્ઞિક રોડ, (૧૯) વસંત સાઉન્ડ - પરા બજાર (૨૦) પ્રતાપ સીઝન સ્ટોર , જંકશન પ્લોટ મેઈન રોડ (૨૧) ભગત મોરારજી કેશવજી - ધર્મેન્દ્રજી (૨૨) કૈલાશ ફરસાણ- પંચાયતનગર ચોક, યુનિવર્સિટી રોડ (૨૩) વજુભાઈ પેંડાવાળા, ઘી કાંટા રોડ, કંદોઈ બજાર ચોક (૨૪) હરી ભગત - ગુંદાવાડી મેઈન રોડ, (૨૬) નીતિનભાઈ પાંધી, સી/ઓ, સદ્દગુરૂ હોઝીયરી, ૧૯ - ગુંદાવાડી મીરા કોમ્પલેક્ષ, (૨૭) વસંત સાઉન્ડ - ૮૦ ફૂટ મેઈન રોડ (૨૮) હરેશભાઈ રાયચુરા - સહકારનગર રોડ, (૨૯) ગોકુલ પ્રોવિઝન સ્ટોર- રામનગર શાકમાર્કે, ગોંડલ રોડ- રામનગર શાકમાર્કેટ, ગોંડલ રોડ, (૩૦) બેબી લેન્ડ- પંચવટી રોડ, (૩૧) બેબી લેન્ડ, નાના મહુવા રોડ, શાસ્ત્રીનગર સામે, (૩૨) ધારા ફૂટવેર- ગોલ્ડન સુપર માર્કેટ સામે, સાધુવાસવાણી રોડ, (૩૩) હોટેલ યુરોપાઈન- જીતુલભાઈ કોટેચા, સાંગણવા ચોક, કોટક શરે, (૩૪) કોમલ હેન્ડીગ્રાફટ- બંગડી બજાર, (૩૫) જલારામ ચિકી- ઈન્દિરા સર્કલ, યુનિ.રોડ, (૩૬) જલરામ ચિકી- સોની બજાર, (૩૭) જલારામ ચિકી- લીમડા ચોક, (૩૮) ગણેશ ટ્રેડિંગ- શ્રદ્ધા માર્કેટ, ધર્મેન્દ્ર રોડ, (૩૯) મોંજીનીસ બેકરી- આઈ.સી.આઈ.સી.આઈ.બેંક પાસે, કોટેચા ચોક, કાલાવડ રોડ, (૪૦) શ્રી રામ જનરલ સ્ટોર- રાજકૃતિ એપાટમેન્ટ, એરપોર્ટે રોડ, (૪૧) આદિત્ય ઓપ્ટીકલ- કરણસિંહજી મેઈન રોડ, મઢુલી ચોક, (૪૨) બિગબાઈટ- રેસકોર્ષ રોડ, (૪૩) ગોકુલ જનરલ સ્ટોર- સંતકબીર રોડ, પુલ પાસે, મંદિર સામે, (૪૪) રાજદીપ કોલ્ડડ્રિંકસ- લાખાજીરાજ રોડ ખડપીઠ ચોક, (૪૫) પ્રકાશભાઈ સોમૈયા- C/o. વિવો સ્ટોર, કુવાડવા રોડ, સેલ પેટ્રોલ પંપ પાસે, (૪૬) રાજમંદિર ફરસાણ, વિરાણી ચોક, એસબીઆઈ બેંક સામે, (૪૭) પાયલ નોવેલ્ટી, લક્ષ્મી નગર મેઈન  રોડ, (૪૮) લેડીટચ, ખોડીયાર ડેરી સામે, રૈયા રોડ, (૪૯) સોના બાઈટ (રઘુવંશી પાણીપુરી) નાગરિક બેંક પાસે, રૈયા રોડ ખાતેથી લઈ રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલય, ૧૮, સરદારનગર, સરદારનગર મેઈન રોડ, પૂજારા ટેલિકોમની બાજુની શેરી રાજકોટ ખાતે પરત ભરી દેવા.વધુ માહિતી માટે મો.૯૮૨૪૪ ૦૦૦૩૦ ઉપર સંપર્ક કરવા યાદી જણાવે છે.

તસ્વીરમાં પરેશભાઈ વિઠ્ઠલાણી, કૌશિકભાઈ માનસતા, પિન્ટુભાઈ માણેક, અશ્વિનભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઈ તન્ના, ઉમેશ સેદાણી, કલ્પેશભાઈ બગડાઈ, મેહુલ નથવાણી, હિરેનભાઈ કારીયા, વિમલ વડેરા, પરાગ કોટક, રાજુભાઈ પોપટ, મયંક પાઉ, વિપુલભાઈ મણીયાર, ડો.હાર્દિકભાઈ રૂપારેલ, જતીનભાઈ દક્ષીણી, વિપુલભાઈ કારીયા, મહેશભાઈ કક્કડ, કાનાભાઈ સોમછત્રા, હિરેનભાઈ કારીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૭)

(3:39 pm IST)