Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

વિદ્યાભારતી સંસ્થા બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, સામાજીક સમરસતાના પાઠ શીખવે છેઃ વિજયભાઇ

રાજકોટ તા.૧૫: વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા વિદ્યાભારતી સંલગ્ન વિદ્યાલયો અને તેમના મેઘાવી છાત્રોનો સન્માન સમારોહ કાર્યક્રમ ભારતીય શિક્ષણ સેવા સમિતિ દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાઇ ગયો. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન અપુર્વભાઇ મણીયારે મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરેલ. મેઘાવી છાત્ર અલંકરણ-સન્માન સમારોહના મુખ્ય અધ્યક્ષશ્રી મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવ્યું હતું કે, વિદ્યાભારતી સંસ્થા સમગ્ર દેશમાં સંઘના મુળભુત વિચારોને અનુસરીને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. રાષ્ટ્રને પરમ વૈભવ ઉપર લઇ જવા અલગ-અલગ દિશામાં જે પ્રયત્નો થઇ રહયાં છે તેમાની એક પ્રયત્નશીલ સંસ્થા વિદ્યાભારતી છે. અહીં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા અને સામાજિક સમરસતાના પાઠ શીખવવામાં આવે છે. શિક્ષણ વ્યવસ્થામાં માનવતાનો આધાર લઇને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થવા માટે વ્યકિતથી સમષ્ટિનાં વિચાર દ્વારા વિદ્યાર્ર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય વિદ્યાભારતી કરે છે. આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કર્યુ હતું. કાર્યક્રમના અતિથિ વિશેષપદે ઉદ્યોગપતિ જયંતિભાઇ જાકાસણીયા, વિદ્યાભારતી સંસ્થાના અગ્રણીસુભાષ દવે, નીતિનભાઇ પેથાણી, ડો. બાબુભાઇ અઘેરા વિગેરે ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શ્રીમતી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, પ્રદેશ ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, ડો. વલ્લભભાઇ કથીરીયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર વિ. ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે આભાર દર્શન દીપકભાઇ રાઠોડે કર્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ડો. બળવંતભાઇ જાની, ટ્રસ્ટીઓ પલ્લવીબેન દોશી, રમેશભાઇ ઠાકર, કેતનભાઇ ઠક્કર, અનીલભાઇ કીંગર, હસુભાઇ ખાખી, અક્ષયભાઇ જાદવ, કીર્તીદાબેન જાદવ, રણછોડભાઇ ચાવડા, વ્યવસ્થાપક કમિટીના સભ્યો,પ્રધાનાચાર્ય, આચાર્યગણ, શિક્ષકો વગેરેએ જહેમત ઉઠાવી હતી.(૧.૨૮)

(3:39 pm IST)
  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST

  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST

  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST