Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

બહુજન સમાજ પાર્ટી દ્વારા સોમવારે સૌરાષ્ટ્ર ઝોન સંગઠન સમીક્ષા-મતદાર જાગૃતિ અભિયાન

લોકસભાની ચૂંટણી અંગે ચર્ચાઃ પ્રદેશ કક્ષાના પદાધિકારીઓ હાજરી આપશે

રાજકોટ તા. ૧પઃ આગામી તા. ૧૭ સોમવારે સવારે ૧૦ થી ૧ દરમ્યાન ડો. બાબા સાહેબ આંબેડકર હોલ, દાસી જીવનપરા, ખાતે બહુજન સમાજ પાર્ટી-ગુજરાત પ્રદેશ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન (રાજકોટ-સુરેન્દ્રનગર, જામનગર, મોરબી) સંગઠન સમીક્ષા બેઠક તેમજ મતદાર જાગૃતિ-અભિયાન-આગામી લોકસભા ચુનાવ-ર૦૧૯ને અનુલક્ષીને આયોજિત છે. જેના મુખ્ય માર્ગદર્શક તરીકે શ્રી છઠ્ઠુરામ (પ્રદેશ પ્રભારી ગુજરાત, ઝારખંડ-ઓરીસ્સા), મુખ્ય અતિથિ તરીકે શ્રી કાંત (પ્રદેશ પ્રભારી ગુજરાત), અને કાર્યક્રમની અધ્યક્ષતા એડવોકેટ અશોકભાઇ ચાવડા (પ્રદેશ પ્રમુખ ગુજરાત), વિશેષ મહેમાન તરીકે ધુળાભાઇ ભાંભોર (પ્રદેશ ઉપાધ્યક્ષ) મોહનભાઇ રાખૈયા (પ્રદેશ મહાસચિવ અને સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર), દામજીભાઇ સોંદરવા (પ્રદેશ મહાસચિવ અને સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર), દિનેશભાઇ પડાયા (સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર), ભુપેનભાઇ પટેલ (સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર) ઉપસ્થિત રહી આગામી રણનીતિ અંતર્ગત વિશેષ માર્ગદર્શન આપશે. જેથી સૌરાષ્ટ્ર ઝોનના ઉકત તમામ જિલ્લા, વિધાનસભા, શહેર, તાલુકા, સેકટર-બૂથ કમીટીના હોદેદારો અને સમર્થકો તથા બહુજન વિચારધારા સાથે સંલગ્ન કાર્યકરોને ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે.તસ્વીરમાં બ.સ.પા.ના આગેવાનો સર્વેશ્રી મોહનભાઇ રાખૈયા, દિનેશભાઇ પડાયા, વિનોદભાઇ વાઘેલા, મોહનભાઇ મેરીયા, જયસુખભાઇ ઉતેરીયા, ઘનશ્યામભાઇ ગઢાદરા, કમલેશભાઇ પારધી અને યુશુફભાઇ લોહીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૭.૩૮)

 

(3:35 pm IST)