Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

રજીસ્ટ્રાર કચેરીઓમાં વારંવાર કેબલ તુટી જવાથી કનેકટીવીટી બંધઃ અરજદારો અને વકીલોમાં દેકારો

રેવન્યુ બાર એસોસીએશન દ્વારા બીએસએનએલના ઉચ્ચ અધિકારીઓને રજુઆત

રાજકોટઃ તા.૧૫, રાજકોટ બાર એસોસીએશન અને ભાજપ લીગલ સેલ દ્વારા બીએસએનએલનો કેબલ વારંવાર તૂટી જવા અને કનેકટીવીટી ધીમુ ચાલતુ હોય આ અંગે રજુઆત કરવામાં આવી હતી.

સબ રજી કચેરી ૧-૨ તથા ૮માં દસ્તાવેજ કામગીરી બંધ થવાથી બીએસએનએલ જી સ્વાનના અધીકારી સાથે વાત કરતા આ બાબતે બીએસએનએલનો કેબલ તુટવાથી તા.૯/૭/૨૦૨૧ થી તા.૧૨/૭/ ૨૦૨૧ સુધી સબ રજી. ઝોન ૧-૨-૮ બંધ રહેલ જે રીપેરીંગ થતા તા.૧૩/૭/૨૦૨૧થી તા.૧૪/૭/૨૦૨૧ ના રોજ ચાલુ થયેલ પરંતુ કનેકટીવીટી સ્લો ચાલેલી ત્યારબાદ તા.૧૫/૭/૨૦૨૧ના રોજ ફરીથી બંધ થયેલ હોય જે અંતે જીસ્વાનના અધિકારી સાથે ટેલીફોનીક રજુઆત કરેલ ત્યારબાદ તેઓના જવાબ અનુસંધાને બીએસએનએલના એમડી નીરવ મહેતા સાથે ટેલીફોનીક રજુઆત કરવામાં આવેલ તેમજ આવી વારંવાર થતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા સુપ્રિન્ટેનડેન્ટ ઓફ સ્ટેમ્પ ગાંધીનગર શ્રી દિનેશ પટેલ સાથે ટેલીફોનીક રજુઆત કરવામાં આવી હતી.

આ રજુઆતમાં રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ સી.એચ. પટેલ ભાજપ લીગલ સેલના પ્રદેશ કન્વીનર દિલીપભાઇ પટેલ તથા ભાજપ લીગલ સેલ રાજકોટના કન્વીનર હિતેષભાઇ દવે જોડાયા હતા.

(4:07 pm IST)