Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

અમૃત ક્રેડીટ સોસાયટી દ્વારા ૧૪ ઇસમો સામે લોનની રકમ પેટે આપેલ ર કરોડ ૧૯ લાખના ચેકરિટર્નની ફરિયાદ

તમામ આરોપીઓના ચેકો રિટર્ન થતાં કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન

રાજકોટ તા. ૧પઃ અત્રે અમૃત ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી. આપેલ મોર્ગેજ લોન હપ્તા પેટે અલગ અલગ ૧૪ વ્યકિતઓએ આપેલ ૧૪ ચેકો રૂ. ર,૧૯,પ૧,૧૮૬/- રીર્ટન થતા કોર્ટમાં ફરિયાદ દાખલ થતા આરોપીઓને કોર્ટમાં હાજર થવા એડી. ચીફ મેજી. એ હુકમ કરેલ છે.

રાજકોટ લક્ષ્મીનગર પી.જી.વી.સી.એલ. નાના મૌવા રોડ, ખાતે આવેલ શ્રી અમૃત ક્રડીટ કો.-ઓપ. સોસાયટી લી. એ જરૂરી વાળા વ્યકિતએ જરૂરી દસ્તાવેજો મેળવીને મોર્ગેજ લોન આપવાનું કાયદેસરનું કામકાજ કરે છે. અમૃત ક્રેડીટ સોસાયટી પાસે અલગ અલગ ચૌદ ૧૪ વ્યકિતઓએ અલગ અલગ નામથી મોર્ગેજ લોન લીધેલ હતી. તે લોનના ચડત હપ્તા પેટે નિચેની વિગત ચેકો આપેલ હતા જે રીટર્ન થયેલ હતાં.

જેઓની સામે ફરિયાદ થયેલ છે. તેમાં (૧) અશોકભાઇ મોહનલાલ જોષી પ,૮ર,ર૦૧/-, (ર) અતુલ મોહનભાઇ જોષી ૭,૭૩,૭૭૧/-, (૩) પ્રિતેશકુમાર ભગવાનજીપ્રસાદ જગેટીયા ર૭,૩પ,૯પ૧/-, (૪) હર્ષદભાઇ રાઘવભાઇ પરમાર ૧૬,૩૮,૦૦૦/-, (પ) પરેશભાઇ કુરજીભાઇ પટેલ રર,૧૮,૭પ૦/-, (૬) ઇલાબેન વિનેશભાઇ માવાણી પ,૭૧,૦૦૦/-, (૭) ગોપાલભાઇ દામજીભાઇ સરધારા ૧,૯૧,૦૯૩/-, (૮) કિરણ નાથાભાઇ રાતોજા ૧૯,૩૭,૮૩પ/-, (૯) હરિદાસ પોપટભાઇ સોરઠીયા ૧,ર૪,૯૪૭/-, (૧૦) હરેશભાઇ તુલશીભાઇ તોગડીયા ર૪,૧૯,૦૮૦/-, (૧૧) પરેશભાઇ બીપીનભાઇ રાવલ ૧,૮૧,૭૭૬/-, (૧ર) બલવંત કિરણભાઇ રાતોજા રપ,૭૪,૧૯પ/-, (૧૩) જયંતિભાઇ ધનજીભાઇ વેકરીયા ૪ર,૧પ,૯૪ર/-, (૧૪) દિવ્યાબેન ભરતભાઇ બગથરીયા ૧૭,૮૬,૬૪પ/- નો સમાવેશ થાય છે.

કુલ રકમ બે કરોડ ઓગણીસ લાખ એકાવન હજાર એકસો છયાસી પુરા (ર,૧,પ૧,૧૮૬/-) થાય છે. ઉપરોકત આરોપીઓએ ઉપરોકત રકમના ચેકો, લોનના ચડત હપ્તા પેટે આપેલ હતા. અલગ અલગ વ્યકિતઓએ અમૃત ક્રેડીટ કો. ઓપ. સો. લી.ના નામથી આપેલ હતા.

ચડત હપ્તા પેટેના ચેકો આપતી સમયે તમામ આરોપીઓએ જણાવેલ હતું કે, આ ચેક તમારા ખાતામાં વટાવવા નાખશો તો વટાવાઇ જશે અને તમોને લોનના ચડત હપ્તા પેટેની રકમ મળી જશે તેવું પાકુ વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ હતી. તેથી ફરિયાદી ચેક સ્વીકારેલ અને ફરીયાદીની બેંકમાં વટાવવા નાખતા તમામ ચોક અલગ અલગ કારણથી રીટર્ન થયેલ. ત્યારબાદ મેનેજર સતીષભાઇ પરશોતમભાઇ પાંભરને મળેલ સતા અને અધિકારની રૂએ રાજકોટની એડી. ચીફ. જયુ. મેજી. સમક્ષ નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ હેઠળ ફરીયાદ ગુજારતા કોર્ટએ ફરીયાદ તથા રજુ રાખેલ દસ્તાવેજો ધ્યાને લઇને નેગો ઇસ્ટ્રુ્રુ. એકટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરવાનો હુકમ ફરમાવેલ અને તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમ ફરમાવેલ છે.

ફરિયાદી તરફે અમૃત ક્રેડીટ કો.-ઓપ. સોસાયટી તરફે એડવોકેટ શ્રી સંજયભાઇ પંડયા, મનિષ એચ. પંડયા, રવિભાઇ ધ્રુવ તેમજ ઇરશાદ શેરસીયા, જયદેવસિંહ ચૌહાણ, વનરાજસિંહ જાડેજા રોકાયેલા હતા.

(4:05 pm IST)