Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

માધાપર-વાવડી-કોઠારીયા-હલેન્ડા-નવાગામ-આણંદપરના ૧પ આસામીઓએ સરકારી જમીન પચાવી પાડીઃ તાલુકા મામલતદારનો રીપોર્ટ

૩૭/ર ના કુલ ૧પ કેસમાં રીપોર્ટ થતા સનસનાટીઃ હવે સીટીપ્રાંત-ર ચરણસિંહ ગોહિલની કોર્ટમાં સૂનાવણી

રાજકોટ તા.૧પ : રાજકોટ તાલૂકાના પ થી૬ મહત્વના એવા ગામના કૂલ ૧પ જેટલી આસામીઓએ સરકારી જમીન પચાવી પાડયાનું તાલૂકા મામલતદાર શ્રી કથિરીયા દ્વારા સીટીપ્રાંત-રને કરાયેલ રીપોર્ટમાં બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે.

ટોચના મહેસૂલી અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે હાલ સીટીપ્રાંત-ર પાસે મહેસૂલની કલમ ૩૭/ર પ્રમાણે ૧૪ થી ૧પ જેટલા કેસો ચાલી રહ્યા છે, ખાનગી પાર્ટીઓ દ્વારા આ જમીન અમારી છે તેવો માલિકી હક્ક દાખવતા તે વિવાદ વાળા કૂલ ૧પ જેટલા કેસો અંગે સીટીપ્રાંત-ર દ્વારા તાલૂકા મામલતદાર પાસે રીપોર્ટ મંગાવાયા હતા.

આવા કૂલ ૧પ કેસોની જમીન માધાપર, વાવડી, કોઠારીયા, હલેન્ડા, નવાગામ, આણંદપરની થવા જાય છે, દરેકમાં એકર જૂદા છે, માધાપરના એક કેસમાં ૮ એકર જમીન કોઇ ગોવિંદભાઇને તંત્રે નોટીસ પણ પાઠવી હતી, આવા કૂલ ૧પ કેસોની તમામ જમીન સરકારી છે તેવો રીપોર્ટ તમામ રેકર્ડ-સ્થળ તપાસ વિગેરે કરી ચકાસણી કરી તાલૂકા મામલતદારે સીટીપ્રાંત-રને પાઠવી દેતા ખળભળાટ સજાર્યો છે, આ ૧પ કેસમાં સંખ્યાબંધ એકરો ગણીએ તો જમીનની કિંમત કરોડો-અબજોમાં થવા જાય છે, મામલતદારે રીપોર્ટ પાઠવતા હવે દડો સીટીપ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહિલની કોર્ટમાં આવી ગયો છે, હવે સૂનાવણી બાદ ચૂકાદા આવશે.

(4:00 pm IST)