Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

માટી પ્રકરણ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂ. ૬ લાખના ફુલછોડમાં કૌભાંડની બદબુ : નિદત બારોટ

નેકના ઇન્સ્પેકશન પુર્વે ટેન્ડર વગર રૂ. ૬ લાખનો ખર્ચ અટકાવવા કોંગ્રેસના પ્રવકતા નિદત બારોટની મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ, તા., ૧પઃ ભ્રષ્ટાચાર અને અનેક વિવાદાસ્પદ પ્રવૃતીથી સતત ચર્ચામાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું માટી પ્રકરણ ચાલી રહયું છે ત્યાં વધુ ૬ લાખના ફુલછોડ પ્રકરણ પણ હવે વિવાદમાં આવ્યું છે. કોંગ્રેસના પ્રવકતા ડો. નિદત બારોટે આ અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ટેન્ડર વગર થયેલ પ્રક્રિયા અટકાવવા માંગ કરી છે.

ડો.નીદત બારોટ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નેકનું ઇન્સ્પેકશન છે તે બહાના હેઠળ અનેક કામો ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર કરવામાં આવ્યા છે. જે પૈકી એક કામ યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં કરણ,  ચંપો, સિલ્વર ચાંદની, જથરોપા, કોનોકાર્પસ વગેરેના છોડ લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં ૬,૦૩,૬ર૬ રૂ.નો ખર્ચ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા ૧પ થી ર૦ બિલ્ડીંગોમાં માત્ર ફુલછોડ સપ્લાઇ કરવામાં આવડી મોટી રકમનો ઉપયોગ થાય તે વાત ગળે ઉતરતી નથી. ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગ દ્વારા અને નાબાર્ડ જેવી એજન્સીઓ દ્વારા આ પ્રકારના ફુલના છોડ માટેના બિયારણો વિનામુલ્યે  આપવામાં આવતા હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું કાર્યાલય કાર્યરત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણતી હતી નેકની ટીમ ક્યારે આવવાની છે ત્યારે છેલ્લા દિવસે છોડ ખરીદવા નીકળવાને બદલે જો યુનિવર્સિટીએ સમયસર છોડ વાવવાની પ્રક્રિયા શરૂ કરી હોત તો વિધાર્થીઓ પાસેથી ઉઘરાવેલા  ૬ લાખ રૂ.જેવી મોટી રકમ ફૂલછોડને બદલે શિક્ષણમાં અથવા પ્રયોગશાળામાં, પુસ્તકાલયમાં અથવા વાંચનાલયમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં અથવા નેટ- સ્લેટના કોચિંગમાં વાપરી શકાયા હોત. રાજય સરકારના ધારા ધોરણ મુજબ ૧ લાખ રૂ. થી વધુ કિંમતનું કોઈપણ કામ ટેન્ડર દ્વારા કરવું ફરજિયાત છે ત્યારે યુનિવર્સિટી દ્વારા આ કામને ૧ લાખ રૂ. થી ઓછી રકમના ટૂકડા કરીને વિના ટેન્ડરે અને નેકના મૂલ્યાંકન માટે ઉતાવળ છે તેવું બહાનું ધરીને જે કાર્યવાહી કરવામાં આવી છે તે સમગ્ર કાર્યવાહીની ઉચ્ચ સ્તરીય તપાસ કરવી આવશ્યક છે.

ડો.નીદત બારોટે રજુઆતમાં વધુમાં જણાવ્યું કે આવી અનેક બાબત હોવા છતાં માત્ર પ્રતિક રૂપે બગીચા, નાના નાના છોડ સપ્લાઈ થવા ઉપરાંત એને વાવવા અને જતન કરવાનો ખર્ચ આમા ગણાયો નથી. અહીં ધ્યાન દોરૂ કે યુનિવર્સિટી દ્વારા વર્ષે ૨૦ લાખથી વધુ રકમ યુનિવર્સિટીના કેમ્પસ પર આવેલા ફૂલ, છોડ અને વૃક્ષોના જતન માટે વાપરવામાં આવે છે. તેઓની પાસે આ ફૂલ, છોડની ઉગાવવાની પ્રક્રિયા સમયસર હાથ ધરાઈ હોત તો યુનિવર્સિટીનો ્ન લાખ રૂ. નો ખર્ચ બચાવી શકાયો હોત. તા.૫/૪/ર૦ર૧ ની એસ્ટેટ સમિતિએ મંજૂર કરેલ ઉપરોકત ખર્ચ  કે જે યુનિવર્સિટી દ્વારા એેસ્ટેટ  અને સીન્ડીકેટની બહાલીની અપેક્ષાએ ટેન્ડર વગર કરવામાં આવ્યો હતો તેની યોગ્ય તપાસ કરવામાં આવે.

(3:59 pm IST)