Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

પડધરીના મોવૈયા ગામના ૭ ઇસમો સામે બદનક્ષી કર્યાની કોર્ટમાં ફોજદારી ફરીયાદ

દારૂ અંગેની ખોટી ફરીયાદ કરતા પ૦ લાખનુ વળતર માંગ્યું

રાજકોટ તા. ૧પ : પડધરી તાલુકાના મોવૈયા ગામના સાત ઇસમો સામે બદનક્ષી થયા અંગેની રૂ.પચાસ લાખની વળતર મળવા અંગેની ફરીયાદ દાખલ કરીને પ૦ લાખનું વળતર માંગેલ છે.

પડધરી ગામના મોવૈયાના રહીશ પ્રકાશ નારણભાઇ રાઠોડએ પડધરી કોર્ટમાં ફરીયાદી તથા દેવુબેન નારણભાઇ, પરાગ ભાઇ લલીતભાઇ તથા ધવલ લલીતભાઇ રાઠોડની સામે પડધરી પોલીસ સ્ટેશનમાં તા.૧પ/૬/ર૦૦૧ ના રોજ એક લેખિત ફરીયાદ મોવૈયાના રહીશ નં.૧ વસંતભાઇ ડાયાભાઇ રાઠોડ નં.ર. ઉમેદભાઇ વિનુભાઇ રાઠોડ, રજનીકભાઇ રમેશભાઇ રાઠોડ, મનીષભાઇ દિનેશભાઇ જાદવ, પ્રવિણભાઇ કાંતિભાઇ રાઠોડ, પંકજભાઇ માવજીભાઇ રાઠોડ, મહેશભાઇ જેન્તીભાઇ રાઠોડએ તદ્દન ખોટી અને બનાવટી ફરીયાદ મોવૈયાના રહીશ પ્રકાશભાઇ નારણભાઇ તથા તેના કુટુંબીજનો જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરતા હોવાની ફરીયાદ આપેલી જે ફરીયાદના અનુસંધાને પડધરી પોલીસ સ્ટેશનના અમલદારે લલીતભાઇ નારણભાઇ રાઠોડના ઘરે દારૂ વેચવા અંગેની રેડ કરતા તેના ઘરમાંથી કોઇપણ જાતનો દારૂ મળી આવેલ નહી અને પોલીસે નીલ પંચનામું કરેલ.

આ બાબતે પ્રકાશભાઇ નારાણભાઇ રાઠોડની સમાજમાં તેમજ કુટુંબમાં બદનામી થયેલ હોય અને તેઓને સમાજમાં હલકા ચીતરવાના ઇરાદાથી તેઓએ પડધરીની કોર્ટમાં ફોજદારી ફરીયાદ ૭ ઇસમો સામે પોતાની તથા કુટુંબની બદનામી થયેલ હોય તેઓએ ઇ.પી.કો. કલમ-પ૦૦ મુજબ બદનક્ષી થયાની ફરીયાદ દાખલ કરેલ છે. અને જે ફરીયાદમાં ફરીયાદીએ રૂ.પચાસ લાખનું વળતર પણ માંગેલ છે.

ઉપરોકત ફરીયાદી પ્રકાશભાઇ નારણભાઇ રાઠોડ વતી રાજકોટના ધારાશાસ્ત્રી ભરતભાઇ એચ.સંઘવી તથા જીગરભાઇ સંઘવી તથા બીપીનભાઇ કે. ત્રીવેદી રોકાયેલા છે.

(3:55 pm IST)