Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

શહેરમાં આજ બપોર સુધીમાં ફરી '૦' કેસ

શહેરનો કુલ આંક ૪૨,૭૭૮એ પહોંચ્યો : આજ દિન સુધીમાં ૪૨,૨૭૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો : રિકવરી રેટ ૯૮.૭૪ ટકા થયોઃ હાલમાં ૪૬ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૫ : શહેરમાં સતત બીજા દિવસે એટલે કે આજે બપોર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નહિ નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૭૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૨૭૮  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૨૭૮૦  સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૧૧ ટકા થયો  હતો.

આજ દિન સુધીમાં ૧૨,૨૯,૫૭૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૭૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૪૮ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૭૪ ટકા એ પહોંચ્યો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૪૬ દર્દીઓ સારવાર હેઠળ છે.

  • શહેરમાં બપોર સુધીમાં ૪૬૫૩ લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ : શહેરમાં આજે તા. ૧૫ જુલાઇના રોજ બપોરે ૧ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૧૯૯૫ અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના કુલ ૨૬૫૮ સહિત કુલ ૪૬૫૩ નાગરિકોએ રસી લીધી.

(3:13 pm IST)