Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભગવતીપરામાં સામુ જોવા મામલે વૃધ્ધ હાજીભાઇ અને પુત્ર અમન પર હુમલો

સામા પક્ષે મહેબૂબભાઇ માકોડા પણ અમને માર માર્યાની રાવ સાથે દાખલ થયા

રાજકોટ તા. ૧૫: ભગવતીપરામાં ઝમઝમ બેકરીવાળી શેરીમાં રહેતાં મુસ્લિમ વૃધ્ધ અને તેના પુત્ર પર પડોશીએ હુમલો કરી માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સામા પક્ષે હુમલો કરનારે પણ સારવાર માટે દાખલ થઇ વળતી રાવ કરી હતી.

ભગવતીપરામાં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં હાજીભાઇ જમાલભાઇ લાખાણી (ઉ.વ.૬૫) અને તેનો પુત્ર અમન હાજીભાઇ (ઉ.વ.૨૮) રાતે જમીને ઘર પાસે આટો મારવા નીકળ્યા ત્યારે પડોશી મહેબૂબભાઇએ ઝઘડો કરી માર મારતાં બંને દાખલ થયા હતાં. સામા પક્ષે મહેબૂબભાઇ લતીફભાઇ માકોડા (ઉ.વ.૪૦) પણ પોતાને અમને ઝઘડો કરી લાકડીથી ફટકાર્યાની રાવ સાથે સારવાર માટે પહોંચતાં હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે બંનેની એન્ટ્રી બી-ડિવીઝનમાં નોંધાવી હતી.

અમને કહ્યું હતું કે અમે બાપ-દિકરો જમ્યા બાદ આટો મારવા નીકળ્યા ત્યારે મેહબૂબભાઇની દિકરીએ સામુ જોવા મામલે અમારી સાથે ઝઘડો કર્યો હતો. અમે તેને ખોટા આરોપો ન મુકવા સમજાવતાં મહેબૂબભાઇએ ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(2:25 pm IST)