Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વિજળીના પ્રશ્નો હલ કરવામાં આડે આવતી ક્ષતિઓ સુધારો : ગોવિંદભાઇ પટેલની ટકોર

રાજકોટ, તા. ૧પ :  વિજળીના પ્રશ્નો અંગે એમ.ડી. પી.જી.વી.સી.એલ.એ. બોલાવેલ જન પ્રતિનિધિઓની બેઠકમાં વાચા આપતા રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ શહેર કુદકે ને ભુસકે વધતુ શહેર છે. રાજકોટની આસપાસ અનેક ઉદ્યોગ વસી રહ્યા છે અને તેને વીજપુરવવઠો પુરા વોલ્ટથી પુરો પાડવા માટે રાજકોટ શહેરમાં ૬૬ કે.વી.ના ૧૦ સબ સ્ટેશનો મંજુર થયેલ છે. જે માટે જમીન સંપાદન કરીને અનેક વિસ્તારો જે ઓછા વોલ્ટેજથી પરેશાન છે તેમને રાહત મળશે.

કોઠારીયા, લોઠડા જેવા વિસ્તારમાં ઔદ્યોગિક એકમ માટે ફીડર ફોલ્ટ અંગેની ર જુનિયર એન્જીનિયર અને ૧૬ લાઇનમેનની જગ્યા મંજુર થયેલ છે. પરંતુ તેનો અમલ ન હોવાથી કોઠારીયા અને લોઠડા વિસ્તારના ઔદ્યોગિક એકમોની હાલાકી ભોગવવી પડે છે. તેમજ કોઠારીયા, લોઠડા માટે સબ ડીવીઝન મંજુર થયેલ છે જે હાલની જગ્યાએ કાર્યરત છે તે જગ્યા ખુબ જ દૂર પડે છે જેથી તે સબડીવીઝન કોઠારીયાની આસપાસ જ હોવું જોઇએ. બે ડિવિઝન મોરબી રોડ અને મોટા મૌવા ઘણા સમયથી મંજુર થયેલ છે. તેનો અમલ કરવો જોઇએ.

નવા કનેકશન મેળવવા માગતા ગ્રાહકો પાસેથી ઓછામાં ઓછા ડોકયુમેન્ટ માગવાનો સરકારનો અભિગમ છે તેનું પાલન કરવુ઼ જોઇએ. ૧૦ કે.વી. વાળા કનેકશનોમાં લોડ વધારો કરવો હોય તો તે ઓનલાઇનથી ઝડપથી થાય તેનો અમલ કરવો જોઇએ નવા કનેકશન વધારા ઘટાડા માટે દરેક ડિવિઝનમાં નીતિનિયમો એક સરખા રાખવા જોઇએ.

નામ ટ્રાન્સફર કરવા સમયે આગલા ગ્રાહકની ડિપોઝીટ જમા લઇને વધારાની રકમ નવા ગ્રાહક પાસેથી વસુલી પ્રોસીજર સરળ કરવી જોઇએ તેમજ સતત પ્રક્રિયામાં ટી.સી. કેબલ, વાયર, મીટર, અર્થિગ રોડ વિગેરેનો જથ્થો ઉપલબ્ધ રાખવો જોઇએ. જેથી નવા કનેકશન મેળવવા ગ્રાહકોને મહિનાઓ સુધી રાહ ન જોવી પડે.

વીજ વોર્ડ ઉત્પાદન થતી વીજળીને મહતમ અંશે વેચી શકે. લોધીકા તાલુકામાં વિકસી રહેલ ઉદ્યોગોની માંગને પહોંચી વળવા રાવકી ખાતે ૬૬ કે.વી.નું સબસ્ટેશનો બનાવવામાં આવેલ છે જે સંપૂર્ણ તૈયાર થયેલ છે માત્ર ૧પ૦૦ મીટર કેબલના અભાવે તે સબ સ્ટેશનો બનાવવામાં આવેલ છે જે સંપૂર્ણ તૈયાર થયેલ છે માત્ર ૧પ૦૦ મીટર કેબલના અભાવે તે સબસ્ટેશન ચાલુ થઇ શકેલ નથી. અનેક ઉદ્યોગને પુરા વોલ્ટેજથી વીજળી મળી રહે તે માટે સત્વરે ચાલુ કરીને ઉદ્યોગોને રાહત મળે તે માટે પ્રયત્ન કરવા. સુચનો સત્વરે એક જ કોરમમાં અમલ થાય તે અંગે દરેક એસ.ઇ.ને સુચન આપેલ તેમ એક યાદીમાં શ્રી પટેલે જણાવ્યું છે.

(11:40 am IST)