Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

લોકડાઉન પછી કલરકામ ન મળતાં અફઝલ કુરેશી દારૂ વેંચવા માંડ્યો

રામનાથપરામાંથી સિપાહી શખ્સને ૮ બોટલ સાથે હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા સહિતે પકડી લીધો

રાજકોટ તા. ૧૫: રામનાથપરા શેરી નં. ૧૪ (બ)માં રહેતાં અફઝલ અહમદભાઇ કુરેશી (ઉ.૨૯) નામના સિપાહી શખ્સને તેના ઘર નજીકથી એ-ડિવીઝન ડી. સ્ટાફના હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયાની બાતમી પરથી પીએસઆઇ ભટ્ટ, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, ડી. બી. ખેર સહિતે રૂ. ૩૨૦૦ના ૮ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

પીઆઇ સી. એસ. જોષીની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અગાઉ કલર કામ કરતો અફઝલ હાલમાં દારૂ વેંચે છે અને તેની પાસે બોટલો આવી છે. આ માહિતી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો. લોકડાઉન પછી કલરકામ બંધ થઇ ગયું હોઇ પોતે દારૂ વેંચવાના રવાડે ચડ્યાનું રટણ તે કરી રહ્યો હોઇ વિશેષ તપાસ બી. વી. ગોહિલે હાથ ધરી છે.

(1:16 pm IST)