Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

બામણબોર નજીક 'હિટ એન્ડ રન'ના બનાવમાં માનસિક અસ્થિર વૃધ્ધનું મોત

અજાણ્યા આશરે ૭૦ વર્ષના વૃધ્ધને અજાણ્યા વાહનનો ચાલક કચડીને ભાગી ગયોઃ કુવાડવા પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૧૫: બામણબોર નજીક રાત્રીના 'હિટ એન્ડ રન'ની ઘટનામાં માનસિક અસ્થિર વૃધ્ધનું મોત નિપજતાં પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બામણબોર નજીક હાઇવે પર ગુંદાળા ગામના પાટીયાથી આગળ અજાણ્યા કોઇ વાહનની ઠોકરે ચડી જતાં આશરે ૭૦ વર્ષના વૃધ્ધનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવાના પીએસઆઇ બી. પી. મેઘલાતર સહિતે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે બામણબોર રહેતાં અને હાઇવે પર સંતશ્રી દાસારામ કાઠીયાવાડી હોટેલ ધરાવતાં મુળ આદિતપરાના માલેદભાઇ અરજણભાઇ ગોહેલ (સગર) (ઉ.૫૮)ની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર વૃધ્ધ માનસિક અસ્થિર હતાં અને રોડ પર ગમે ત્યાં આટાફેરા કરતાં રહેતાં હતાં અને કોઇ જમાડે તો જમતાં હતાં. છેલ્લા કેટલાક અઠવાડીયાથી તે આ વિસ્તારમાં રખડતુ જીવન જીવતાં હતાં. પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે.

(1:15 pm IST)