Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

'મા અમૃતમ' કાર્ડના કેન્દ્રો ચાલુ છે અને રહેશે : જયમીન ઠાકર

આજે સવારે તમામ કેન્દ્રોમાંથી રપ થી વધુ કાર્ડનું વિતરણ થયું

રાજકોટ તા. ૧પ :.. શહેરનાં મા અમૃતમ કાર્ડ વિતરણ કેન્દ્રનાં ઓપરેટરોએ કામગીરી બંધ કરી દેવા ચિમકી ઉચ્ચારી છે. ત્યારે આ બાબતે આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે મા કાર્ડ નાં કેન્દ્રો આજે સવારે પણ ચાલુ હતાં. અને આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે. જયમીન ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે મા કાર્ડ કાઢવા માટેનો કોન્ટ્રાકટ રાજય સરકાર નિયુકત એજન્સી પાસે છે અને સરકાર દ્વારા જ મા કાર્ડ કાઢવા માટેની કીટ ફાળવી છે. મ્યુ. કોર્પોરેશને આરોગ્ય કેન્દ્રોમાં મા કાર્ડ કાઢવા માટેની જગ્યા ઇન્ફ્રાસ્ટ્રાકચરની સુવિધા આપી છે. અને તે અંગેની વ્યવસ્થા સંભાળવામાં આવે છે.

આમ મા કાર્ડ કાઢી આપતાં ઓપરેટરો મ્યુ. કોર્પોરેશનનાં તંત્રના કર્મચારી નથી. આમ છતાં આ ઓપરેટરોનાં નાના-મોટા પ્રશ્નો ઉકેલવા માટે કોન્ટ્રાકટર એજન્સી સાથે બેઠક યોજી અને વ્યવસ્થા સરળ બનાવાશે.દરમિયાન આજે સવારે પણ મ્યુ. કોર્પોરેશનનાં નંદનવન આરોગ્ય કેન્દ્રમાં ૧૦ જંકશન પ્લોટમાં ૮, સામાકાંઠે ૭, તેમજ અન્ય એક આરોગ્ય કેન્દ્રમાં પ૦ સહિત ૩પ જેટલા મા અમૃતમ કાર્ડનું વિતરણ લાભાર્થીઓને થયુ હતું અને હજુ પણ આ કામગીરી ચાલુ જ રહેશે તેવી ખાત્રી આરોગ્ય ચેરમેનશ્રીએ આ તકે ઉચ્ચારી છે.

(3:47 pm IST)