Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

લાતી પ્લોટમાં હિસાબ બાબતે ભગવતીપરાના સુધીરને કાકાએ બે વખત પાઇપથી ફટકાર્યો

બેડીપરાની યુવતિ પર પડોશી દ્વારા ખોટુ આળ મુકાતા ફિનાઇલ પી લીધું

રાજકોટ તા. ૧૫: ભગવતીપરા-૧૨માં રહેતાં અને લાતી પ્લોટ-૭માં લાકડાના ડેલામાં તેના કાકા સાથે મજૂરી કામ કરતાં મુળ બિહારના સુધીર સુદામાભાઇ ચોૈહાણ (ઉ.૨૧)ને તેના કાકા દિનેશભાઇ અને બીજા કાકાએ મળી પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી.

સુધીરને હોસ્પિટલે ખસેડનાર વ્યકિતએ જણાવ્યા મુજબ હિસાબના પૈસા બાબતે ઝઘડો કરી રવિવારે સવારે સુધીરને તેના કાકાએ મારકુટ કરી હતી. એ પછી સાંજે ફરીથી માર માર્યો હતો.

બેડીપરા મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતી જીજ્ઞાશા પ્રવિણભાઇ મકવાણા (વણકર) (ઉ.૨૦)એ રાત્રે પોણા નવેક વાગ્યે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. જો કે રાત્રે જ તેણીને સારવાર બાદ રજા અપાઇ હતી. જીજ્ઞાશાના કહેવા મુજબ પડોશમાં રહેતાં પરિવાર પરિવાર દ્વારા પોતાનું નામ એક છોકરા સાથે ખોટી રીતે જોડીને ઝઘડો કરવામાં આવતાં માઠુ લાગી જતાં પોતે આ પગલુ ભર્યુ હતું.

(12:07 pm IST)