Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

કુંતાશીના પરેશ પર રાજકોટમાં કુલદીપસિંહ અને તેના પિતા નટુભા વાઘેલાનો હુમલો

અહિથી ભાગી જા નહિતર ટાંટીયા ભાંગી જશે તેવી ધમકી પણ દીધીઃ કોઠારીયા રોડ આશાપુરાનગરમાં બનાવઃ જુનુ મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૧૫: માળીયા મિંયાણાના કુંતાશી ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં પરેશ સાંધાભાઇ સોઢીયા (ઉ.૧૯) નામના યુવાનને રવિવારે તે કામ અર્થે કોૈટુંબીક કાકા દિનેશભાઇ આયદાનભાઇ બસીયાને ત્યાં રાજકોટ કોઠારીયા રોડ આશાપુરા સોસાયટી-૧૭માં આવ્યો હતો. બપોર બાદ કાકાના ઘર નજીક પોતે અગાઉ જે પાનની દૂકાન ચલાવતો હતો તે ડિલકસ પાન ખાતે બેઠો હતો ત્યારે કિરણ સોસાયટીના કુલદીપસિંહ નટુભા વાઘેલા અને તેના પિતા નટુભા વાઘેલાએ આવી ઝઘડો કરી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી અહિથી ભાગી જજે નહિતર ટાંટીયા ભાંગી નાંખશું...તેમ કહી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. પરેશને માર મારવામાં આવતાં માથામાં ઇજા થઇ હોઇ પિત્રાઇ ભાઇ જગદીશ બસીયાએ ૧૦૮ બોલાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ભકિતનગરના હેડકોન્સ. સૂર્યકાંતભાઇ પરમારે તેની ફરિયાદ પરથી ગુનો નોંધી કુલદીપસિંહ અને તેના પિતા નટુભાની શોધખોળ હાથ ધરી હતી.

(12:05 pm IST)