Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

2022 સુધીમાં તમામને ઘરનું ઘર આપવા સરકાર કટિબદ્ધ : વિજયભાઈ રૂપાણી

રાજકોટમાં રોટી અને મકાનની સુવિધા : શહેરમાં 17,000 આવાસો બનાવી સુવિધા પણ આપી

રાજકોટ :રાજકોટમાં આજે મહાનગર પાલિકા ,રૂડા સહિતના દ્વારા વિવિધ યોજનાનું ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે રાજકોટ પધારેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં દર એકથી દોઢ મહિને આવવાનું થાય છે દર વખતે 100 થી 150 કરોડના કામ થઇ રહ્યાં છે ત્યારે વિકાસશીલ રાજકોટ માં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી યોજના અંતગર્ત આશરે  17000 મકાનો બનાવ્યા છે
   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુ માં કહ્યું કે માત્ર મકાનો બનાવવાથી જ અમોએ સંતોષ નથી માન્યો પરંતુ પ્રાથમિક સુવિધા પણ તંત્ર દ્વારા અપાઈ છે જ્યાં માનવી વસવાટ ત્યાં સુવિધાના મંત્રને સાકાર કર્યો છે
  વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે રાજકોટમાં રોટી અને મકાન બંને સુવિધા મળે છે રૂપાણીએ જોડિયા ખાતે વોટર રિસાયકિલિંગ પ્લાન્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે આ દેશનો સૌપ્રથમ પલન્ટ છે
  મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે 60 વર્ષથી વધુની વયના લોકોને જીવલેણ ઓપરેશનમાં ત્રણ લાખની સહાય માં અમૃતમ કાર્ડ હેઠળ આપશે માં અમૃતમ યોજનામાં લાભ મળશે સરકારમાં દરેક પૈસાનો સદુપયોગ થાય છે ગુજરાતમાં મોદી પછી આજ સુધીમાં ભ્રસ્ટાચારનો પંજો સરકારી તિજોરી ઉપર પડવા દીધો નથી  વર્ષ 2022 સુધીમાં તમામને ઘરનું ઘર આપવા સરકાર કટિબબધ છે

(7:26 pm IST)