Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ઉદ્યોગો શરૂ થતાં અનેક સમસ્યાઓનો હલઃ પટેલ - રૈયાણી - સાગઠીયા

રાજકોટ તા. ૧પઃ ઉદ્યોગો ચાલુ થતા અનેક સમસ્યા દુર થશે. દરેક ઉદ્યોગપતિએ આ છુટછાટના ગંભીરતાથી અમલ કરે જેથી ફરીથી આ સમસ્યાનો સામનો ન કરવો પડે તેમ ધારાસભ્યશ્રીઓ ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી તથા લાખાભાઇ સાગઠીયાએ જણાવ્યું છે.

શ્રી પટેલ, રૈયાણી, સાગઠીયાએ વધુમાં જણાવે છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને ઉદ્યોગોની જેમ બેકરી, દરજીકામ, ફરસાણના ધંધાર્થી તેમજ નાના વેપારીઓ લોખંડ, હાર્ડવેરના ધંધાર્થીઓને પણ વહેલી તકે ધંધો કરવા મંજુરી આપવી જોઇએ. મુખ્યમંત્રીશ્રીએ જણાવેલ કે આપણે સોમવાર સુધી કેન્દ્ર સરકારની ગાઇડ લાઇનની રાહ જોઇએ અને ત્યારબાદ આપણે ગુજરાતનો નિર્ણય કરશું તેમ જણાવેલ.

ગઇકાલે નાન ાવેપારીઓને બે માસથી બંધનો માર સહન કરે છે તેને માટે રૂપિયા પ૦૦૦ કરોડની રકમ લોન માટે અનામત કરેલ છે જે લોન કોઇપણ જામીનગીરી વગર ૧ લાખ સુધીની રકમ માત્ર બે ટકાના વ્યાજે મળશે. ૬ ટકા વ્યાજે રાજય સરકાર ભોગવશે. બે ટકા કેન્દ્ર સરકાર ભોગવશે. આ લોન અર્બન કો. ઓ. બેન્ક મારફતે અપાશે તે નિર્ણયને પણ અમો આવકારીએ છીએ તેમ શ્રી પટેલ-રૈયાણી-સાગઠીયાએ નિવેદનના અંતે જણાવેલ છે.

(3:52 pm IST)