Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ચોમાસા પૂર્વે વોંકળાઓની સફાઇ પૂરજોશમાં : ર૮ની સફાઇ થઇ ગઇ

૩૧૦ ટ્રક અને ર૦૧ ટ્રેકટરનાં ફેરા દ્વારા કચરાનો નિકાલ

રાજકોટ, તા. ૧પ : મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ ચેરમેન જયોત્સનાબેન ટીલાળા એક સયુંકત યાદીમાં જણાવે છે કે, આગામી થોડા સમયમાં ચોમાસાની ઋતુ આવી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ માસથી જ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ નાના-મોટા વોંકળાઓની અને તમામ વોર્ડમાં ડ્રેનેજ તથા વરસાદી પાણીના મેન હોલની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે, ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થશે. મેઈન હોલની સફાઈ દરમ્યાન નીકળતું રબીશ બીજા જ દિવસે ઉપાડી લેવામાં આવી રહ્યું છે.

શહેરમાં નાના-મોટા કુલ ૪૭ વોંકળાઓ આવેલ છે. જે પૈકી ૨૮ થી વધુ વોંકળાઓની સફાઈ કરવામાં આવેલ છે. તેમજ તમામ વોર્ડમાં ડ્રેનેજમાં મેન હોલના સફાઈની કામગીરી કાર્યરત છે.

જે વોંકળા સાફ થયા છે તેમાં પૂર્વ ઝોન એટલે કે સામાકાઠે ૧ર, મધ્ય રાજકોટમાં ૧૩ અને ન્યુ. રાજકોટ (પશ્ચિમ ઝોન)માં ૪ એમ કુલ ર૮ વોંકળાઓની સફાઇ કરાઇ છે.

(3:51 pm IST)