Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

લોકડાઉનમાં ફી ઉઘરાવતી મોદી, આરકેસી, એસએનકે સ્કૂલ સામે કડક પગલા ભરો : કોંગ્રેસનું આવેદન

મોદી સ્કૂલ સામે તપાસ સોંપતા ડીઇઓઃ કોંગ્રેસ દ્વારા ફી સામે લડતના મંડાણ

રાજકોટ : લોકડાઉનમાં ફી ઉઘરાવતી શાળાઓ સામે કડક પગલાની માંગ સાથે ડીઇઓ ઉપાધ્યાયને આવેદન પાઠવતા જશવંતસિંહ ભટ્ટી, રાજદીપસિંહ જાડેજા, સુરજ ડેર, રવિ જીતીયા, અભી તલાટીયા નજરે પડે છે.

રાજકોટ, તા. ૧પ : કોરોનાની મહામારીમાં રાજકોટની મોદી સ્કૂલ સહિત ૩ શાળાઓને ફીની ઉઘરાણી કરતા ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કોંગ્રેસના આગેવાનોએ અગાઉ ડીઇઓને રજુઆત કર્યા બાદ કડક પગલાની માંગ સાથે આજે ફરી રજુઆત કરી હતી.

કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી, ડો. રાજદીપસિંહ જાડેજા, સુરજ ડેર, રવિ જીતીયા અને અભિ તલાટીયાએ આજે ડીઇઓ રમેશભાઇ ઉપાધ્યાયને રજુઆત કરી છે. મોદી સ્કૂલ, આર.કે.સી., એસ.એન.કે. સ્કૂલ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી સ્કૂલ ફી ઉઘરાવે છે. નોટીસને ૭ દિવસ વીતી ગયા છતાં કોઇ કડક કાર્યવાહી થઇ નથી. શાળાઓની માન્યતા કે આર્થિક દંડની કાર્યવાહી કરવી જોઇએ. મોદી સ્કૂલે વિદ્યાર્થીઓને આશરે પ થી ૬ કરોડ રૂપિયાની ફી પાછી આપી નથી.

આ અંગે ડીઇઓ રમેશભાઇ ઉપાધ્યાયે જણાવ્યું છે કે મોદી સ્કૂલ સામે તુરંતમાં તપાસ સોંપીશું અને રીપોર્ટના આધારે પગલા લેવાશે.

(3:43 pm IST)