Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

બાર કાઉ. ના પરિપત્ર મુજબ વકીલો સફેદ શર્ટ-બો-ટાઇ પહેરીને રજુઆત કરી શકશે

વકીલને આ મુદ્દે દલીલ કરતાં અટકાવી જસ્ટીશે મુદત આપતાં ચીફ જસ્ટીસ, હાઇકોર્ટને દિલીપ પટેલનો પત્ર

રાજકોટ, તા. ૧પ : બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપ પટેલે જણાવેલ કે સુપ્રીમકોર્ટ દ્વારા કોરોના વાઇરસનો ખતરો પ્રકાશમાં આવતા એક પત્ર જારી કરી અને વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા એપેન્ડ કોર્ટ સમક્ષ હાજર રહેલા વકીલોને ઝભો બો-ટાઇ પહેરવાની જરૂર નથી માત્ર વ્હાઇટ શર્ટ, સલવાર કમીઝ, વ્હાઇટ સાડી પહેરીને વ્હાઇટ એન્ડ નેક દેખાઇ તેવો ડ્રેસ પહેરવાનો પરીપત્ર બહાર પાડેલો હતો.

સુપ્રીમકોર્ટના કોવીડ-૧૯ રોગચાળો ફેલાવા અટકાવવાનો પરીપત્ર હોવા છતા તા. ૧૩-પના રોજ હાઇકોર્ટના જુનીયર એડવોકેટ હાઇકોર્ટના જસ્ટીસ સમક્ષ સફેદ શર્ટ પહેરીને વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા એપેકસ કોર્ટમાં દલીલમાં હાજર થતા જસટીસે તેમને પ્રોવર ડ્રેસમાં દલીલ કરવા જણાવેલ જુનીયર વકીલ ગામડે હોય તમામ હકિકત અને સુપ્રીમ કોર્ટનો પરીપત્ર જણાવેલ છતાં જસ્ટીસે આ જુનીયર એડવોકેટની મેટરમાં મુદત નાખી દીધેલ હતી.

આ સમગ્ર ઘટના જાગૃત અને વકીલોના પ્રશ્ને હંમેશા લડતા બાર કાઉન્સીલના સભ્ય દીલીપ પટેલને જાણ થતા તેમણે તુરંત જ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડીયા, તથા ચીફ જસ્ટીસ ઓફ ગુજરાતને લેખીત રજુઆત કરેલી હતી અને જણાવેલ હતું કે સુપ્રીમકોર્ટ દ્વારા જયારે પરીપત્ર બહાર પાડી સુનવણી દરમિયાન ગાઉન, કોટમાંથી મુકતી આપવામાં આવેલી છે ત્યારે ગુજરાતના એક જુનીયર વકીલને સુનવણી દરમ્યાન હાઇકોર્ટના જસ્ટીસશ્રી એ પ્રોવર ડ્રેસ ન હોવાથી અટકાવી મુદત મેટરમાં નાખી દીધેલ હતી જે સુપ્રિમકોર્ટના પરીપત્રનું ઉલ્લંધન છે.

ભારતની તમામ હાઇકોર્ટો તથા દેશની તમામ કોર્ટોમાં કાર્યવાહી દરમ્યાન હાલ કોરોના મહામારીનો રોગ ન ફેલાઇ તે માટે   સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાર્ય કરવું તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય કરેલ છે. અને માત્ર સફેદ શર્ટ, સફેદ સલવાર કમીઝ, સફેદ સાડી સાથે સાદા વ્હાઇટ નેક એન્ડ બેન્ડ પહેરી શકે છે આ બાબતે બી.સી.આઇ.એ પણ જણાવેલ હતું વધુમાં આ મહામારીના સમયમાં ડ્રેસના બદલે કામ અને કેઇસના નિકાલ કરવામાં આવે તેવી રજુઆત કરેલ હતી.

ગુજરાતના જાગૃત વકીલોના પ્રશ્ન માટે હંમેશ રજુઆત કરતા દીલીપ પટેલ માત્ર એક વકીલની મુશ્કેલી ધ્યાને લઇ કરેલ રજુઆતથી તેમની પ્રશંશા થઇ રહેલ છે.

(2:53 pm IST)