Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

લોકડાઉનની કરૂણતા

બે દિવસથી ભૂખ્યા રહેલ યુવાનો જાહેરમાં રડી પડયાઃ શેરી યુવાનો મદદે દોડી જમાડી માનવતાનું કાર્ય કર્યું

રાજકોટઃ હાલમાં કોરોના વાયરસના લીધે લોકડાઉનના સમયમાં બહારથી આવેલા શ્રમિક પરિવારોને વતન જવાની સરકારશ્રીએ કરેલ વ્યવસ્થાની જાહેરાત કરી હોય બહારથી આવેલા શ્રમિકો વતન જવાની આશામાં રોડ ઉપર પગપાળા નીકળે છે.

આવી પડેલ કપરા સમયમાં તા.૧૪ ગુરૂવારના આકરા તાપમાં ૭ થી ૮ પુરૂષો સોરઠીયાવાડી નજીકના ૮૦ ફૂટ રોડ ઉપર પસાર થઇ રહ્યા હતા ત્યારે નજીક રહેલા યુવાનો પાસે આવી રીતસર રડી પડેલ અને આજીજી કરી કે, ભાઇઓ અમારે રૂપિયા નથી જોઇતાં પણ અમે બે દિવસથી કંઇ પણ ખાધુ નથી તો અમને જમવાનું આપવા વિનંતી કરેલ.

આવી કપરી વિકટ પરિસ્થિતિ પામી  હાજર રહેલા યુવાનોએ તાત્કાલીક યથા યોગ્ય ભોજનની વ્યવસ્થા માટે પોતપોતાના ઘરે રસોઇ બનાવડાવી તેમજ બે-ત્રણ મિત્રોએ અહિંના અકે ટ્રસ્ટ પાસે પહોંચી શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા લાવી આપી, તથા સ્થાનિક યુવાનો દ્વારા વધુમાં છાશ-લચ્છી  આપી શ્રમિકોને જમાડેલ  તથા પગપાળા જઇ રહેલ શ્રમિકોને સાથે લઇ જવા માટે છાશ-પાણી વિગેરેની વ્યવસ્થા કરી આપી માનવતાની ફરજ બજાવેલ.

(2:52 pm IST)